Home /News /india /ફોટો-વીડિયો દ્વારા બ્લેકમેલ કરાય તો સહન કરવાથી મુશ્કેલી વધશે, આ નક્કર પગલાં ઉઠાવો

ફોટો-વીડિયો દ્વારા બ્લેકમેલ કરાય તો સહન કરવાથી મુશ્કેલી વધશે, આ નક્કર પગલાં ઉઠાવો

ઘણા લોકો બદનામી અથવા માહિતીના અભાવે બ્લેકમેલરના શિકાર બનતાં હોય છે

Blackmailing: પ્રકાશમાં આવતાં આવો કેસોમાં ઘણી વખત તો ઓળખતા લોકો જ આવું કૃત્ય આચરતાં હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખતે પીડિત ચૂપચાપ રહીને આ બધું જ સહન કરે છે, જે તેણે સહન કરવાની જરૂર નથી. ઘણા લોકો બદનામી અથવા માહિતીના અભાવે બ્લેકમેલરના શિકાર બનતાં હોય છે.

વધુ જુઓ ...
દિલ્હી: ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયા (social media) વૈશ્વિક અંતર ઘટાડી રહ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બહુ જ ઉપયોગી અને લાભદાયી સાબિત થાય છે, પરંતુ ઘણા ખરા સમયે તેની આડઅસરના સ્વરૂપે નુકસાન ભોગવવાનો પણ વારો આવતો હોય છે. વોટ્સએપ, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપલે કરાયેલી તસવીરો કે વીડિયો ઘણી વખત ખતરનાર પણ બની જતાં હોય છે. ઘણી સરળતાથી લોકો બ્લેકમેલિંગ (blackmailing)નો શિકાર બની જતાં હોય છે. પ્રકાશમાં આવતાં આવો કેસોમાં ઘણી વખત તો ઓળખતા લોકો જ આવું કૃત્ય આચરતાં હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખતે પીડિત  (Victim) ચૂપચાપ રહીને આ બધું જ સહન કરે છે, જે તેણે સહન કરવાની જરૂર નથી. ઘણા લોકો બદનામી અથવા માહિતીના અભાવે બ્લેકમેલરના શિકાર બનતાં હોય છે. જો આવી કોઇ ઘટના બને તો તમારે બિલકુલ ચૂપ રહેવું જોઇએ નહીં. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે, જો બ્લેકમેલિંગની એવી કોઇપણ ઘટના બને તો તમારે કયા પગલાં લેવા જોઇએ...

પરિવારજનો અને મિત્રોની મદદ લો

સૌથી પહેલા, આવી કોઇપણ સ્થિતિ સામે આવે તો ઘરના લોકોને આની જાણ કરો. ઘરના સભ્યોને બતાવી શકો નહીં, તો કોઇ મિત્ર અથવા સલાહકારની મદદ લેવી જોઇએ. માત્ર આફઆઇઆર કરવાથી વાત બનશે નહીં. કાયદાકીય સલાહ લેવી પણ જરૂરી છે. સાથે જ ઘરના સભ્યો અને મિત્રોને જાણ કરવાથી તેમારી ચિંતા એક હદ સુધી ઓછી થઇ જશે અને સમસ્યાનું સારું સમાધાન નીકળશે.

FIR દાખલ કરવામાં ખચકાતા નહીં

સામાન્ય રીતે આવા કેસોમાં જોવા મળે છે કે, લોકો એફઆઇઆર અથવા મહિલા હેલ્પલાઇનની મદદ લેવાનું ટાળે છે. જોકે, આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. એફઆઇઆર દાખલ ન કરવી પીડિત માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સોશિયલ મીડિયા પર મોકલવામાં આવેલી તસવીરો દ્વારા બ્લેકમેલ થવાની સ્થિતિમાં એફઆઇઆર તરત જ દાખલ કરાવો. લોકો બદનામીના ડરે એફઆઇઆર નોંધાવતાં નથી, પરંતુ આવું કરવું જોઇએ નહીં. પ્રોફેશનલ લોકો પાસે અઢળક આવા કેસો આવતાં હોય છે અને તે તેમની ગોપનીયતા જાળવે છે. આથી તરત જ એફઆઇઆર દાખલ કરાવી જોઇએ.

મેસેજ ડિલીટ કરવાની ભૂલ ન કરતાં

બ્લેકમેલની સ્થિતિમાં તમે મોકલેલા મેસેજ ડિલીટ ન કરવા જોઇએ. જો બ્લેકમેલર દ્વારા મેસેજ કરવામાં આવ્યા હોય તો તેને પણ ડિલીટ ન કરો. કોલ રેકોર્ડ પણ સાચવીને રાખો. કારણે કે ફરિયાદ દાખલ થયા બાદ આ બધી વસ્તુઓ મહત્વના પૂરાવા સાબિત થઇ શકે છે.

સ્ક્રિનશોટ લેતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખો

જો બ્લેકમેલર સોશિયલ મીડિયાના માધ્યમથી આવું કૃત્ય કરે છે તો તે ફેક એકાઉન્ટ દ્વારા આવા કામને અંજામ આપે છે, તેવું મોટાભાગના કેસોમાં જોવા મળે છે. આવી હરકતમાં સફળ થવા અથવા ફરિયાદ દાખલ થવાની સ્થિતિમાં તે ફેક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરે છે અને પછી ચેટ દેખાતી નથી. આથી સ્ક્રિનશોટ જરૂ લઇ રાખો. સ્ક્રિનશોટ લેતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સ્ક્રિનશોટ સાથે ડેટ અને ટાઇમ સ્ટેમ્પ પણ આવી જાય.

બ્લેકમેલરની માંગ સ્વીકારો નહીં

જો બ્લેકમેલર દ્વારા કોઇ માંગ કરવામાં આવે તો તેને તરત સ્વીકારી લેવાની ભૂલ કરવી જોઇએ નહીં. કારણ કે, તે માત્ર ભયનો લાભ લેવા માંગે છે. એક વખત ડરીને તેની માંગ સ્વીકારી લીધી તો આગળ પણ આ સિલસિલો ચાલુ જ રહેશે. આથી તેની કોઇપણ માંગ પૂરી કરવી જોઇએ નહીં.
First published:

Tags: Blackmailing, National news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો