ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર સીમા પર ઘણો ટેન્શનનો માહોલ છે. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સ્થળો ઉપર હવાઇ હુમલા કર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન એરફોર્સે પણ ભારતીય વાયુસીમામાં ઘુસણખોરી કરી હતી. જવાબમાં ભારતે પાકિસ્તાનનું એક F16 વિમાન તોડી પાડ્યું છે. જો ભારત આ ઘટના પછી પાકિસ્તાનને જવાબ આપશે તો તે મુશ્કેલીમાં આવી શકે છે. પાકિસ્તાન હાલ એક મોટા યુદ્ધનો ભાર સહન કરવાની સ્થિતિમાં નથી.
અખબાર દૈનિક ભાસ્કરમાં રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સતીષ દુઆના એક લેખ પ્રમાણે પાકિસ્તાન વિદેશી દેવા ઉપર જીવી રહ્યું છે. તે દર મહિને ઉધાર લઈને વિદેશી દેવાના વ્યાજનું માસિક ચુકવે છે. વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન છ દિવસ પણ યુદ્ધ સહન કરી શકે નહીં. જો જંગ થાય તો આ લડાઈમાં પાકિસ્તાન દેવાળીયું બની જશે.
ઉલ્લેખનીય છે કે બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સની સ્ટ્રાઇક પછી પાકિસ્તાનના શેરબજારમાં ભારે કડાકો નોંધાયો છે. પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ KSE 100માં બુધવારે 1300 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. મંગળવારે પણ કરાચી સ્ટોક એક્સચેન્જમાં 400થી વધારે પોઇન્ટનો ઘટાડો થયો હતો. મંગળવારથી અત્યાર સુધીમાં પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જમાં 2000 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર