PF કપાતો હોય તો તેમને આ રીતે જીવનવીમાનું કવચ મળે છે

News18 Gujarati
Updated: April 20, 2018, 8:14 PM IST
PF કપાતો હોય તો તેમને આ રીતે જીવનવીમાનું કવચ મળે છે
આ રીતે પૈસા નીકાળવા પડે તો નહીં લાગે ટેક્સ ઈપીએફઓએ કેટલાક લોકો માટે ટેક્સ વગર પૈસા ઉપાડવાની છૂટ આપી છે. 1. જો કોઈ કર્મચારી પાંચ વર્ષ સુધી સળંગ કામ કરતો હોય 2. જો પાંચ વર્ષ પહેલા નોકરી સ્વાસ્થ્યના કારણથી, કંપની બંધ થવાથી અથવા એવા કારણે જો કર્મચારીના વશમાં ના હોય.

  • Share this:
બહુ ઓછો લોકોને ખબર હશે કે જ્યારે તેમની સર્વિસ ચાલુ હોય અને PFની રકમ કપાતી હોય ત્યારે તેમને જીવન વીમાનો લાભ મળે છે, કારણે આ વિશે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. જેમની સર્વિસ ચાલુ હોય અને તેમનું નિધન કોઈ પણ રીતે, ક્યાંય થાય તો તેમના પરિવારના સભ્યને જીવન વીમાની રકમ મળે છે.

જીવન વીમાની રકમ કોને અને કેટલી મળે?

જે કંપનીમાં જે વ્યક્તિ કામ કરતી હોય ત્યાં સ્ટાફ 20થી વધુ હોય અને તેમનો PFનો હપતો કપાતા હોય એવા કર્મચારીના પરિવારને જીવન વીમાની રકમ મળે છે. કર્મચારીના મૃત્યુ વખતે પરિવારના સભ્યને રૂ.2.5 લાખથી રૂ.6 લાખ સુધીની રકમ મળી શકે છે. મળનારી જીવન વીમાની રકમનો આધાર તે કર્મચારીના PF એકાઉન્ટમાં કેટલાં નાણાં પડ્યાં છે અને તેના પગાર પર રહેલો છે. કર્મચારીના PF એકાઉન્ટમાં જેટલાં નાણાં વધારે હશે એટલાં વધારે નાણાં મળશે.

કર્મચારી જ્યારે સર્વિસ બદલે ત્યારે તેને પીએફ ન ઉપાડવાની સલાહ આપવામાં આવે છે, પણ એને નવી સર્વિસ સાથે પીએફનું ફંડ પણ ટ્રાન્સફર કરવું જોઈએ. નોકરીનો કાર્યકાળ પૂરા થઈ ગયા બાદ જીવન વીમાનો લાભ મળતો નથી.

હવે તો પીએફનો સભ્ય બનતાંની સાથે જ જીવન વીમાના કવચ માટે હકદાર બની જાય છે. PFમાં ફાળો આપનારના પીએફની જમા થતી રકમમાં કંપની-માલિક દ્વારા અપાતા ફાળામાંથી 0.5 ટકા રકમ જીવન વીમાના પ્રીમિયમરૂપે વાપરવામાં આવે છે. આ રીતે જે પીએફના સભ્ય હોય તેવા દરેકને જીવન વીમાનું કવચ સર્વિસ ચાલુ હોય એ દરમિયાન મળે છે. આ યોજનાને એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિન્ક ઇન્શ્યોરન્સ સ્કીમ તરીકે ઓળખાય છે.
First published: April 20, 2018, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading