બીજેપીના MPએ કહ્યું - ક્યાં છે ઑટોમોબાઇલ સેક્ટરમાં મંદી, રસ્તા પર થાય છે ટ્રાફિક જામ

News18 Gujarati
Updated: December 5, 2019, 9:16 PM IST
બીજેપીના MPએ કહ્યું - ક્યાં છે ઑટોમોબાઇલ સેક્ટરમાં મંદી, રસ્તા પર થાય છે ટ્રાફિક જામ
બીજેપીના MPએ કહ્યું - ક્યાં છે ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી, રસ્તા પર થાય છે ટ્રાફિક જામ

સાંસદે કહ્યું હતું કે દેશ અને સરકારને બદનામ કરવા માટે લોકો કહી રહ્યા છે કે ઑટોમોબાઈલ ક્ષેત્ર ધીમું થઈ ગયું છે

  • Share this:
નવી દિલ્હી : ડુંગળીના (Onion Price)વધી રહેલા ભાવ અને બળાત્કારના વધી રહેલા મામલા પર બેજવાબદાર ટિપ્પણીઓ પછી આ વખતે સંસદમાં વધુ એક અજીબોગરીબ નિવેદન સામે આવ્યું છે. જે ઑટોમોબાઇલ સેક્ટરની (automobile sector)મંદી સાથે જોડાયેલ છે. લોકસભા (lok sabha)માં બલિયાથી ભાજપા સાંસદ વીરેન્દ્રસિંહ ‘મસ્ત’(Virendra Singh ‘Mast’)એ રસ્તા પર ટ્રાફિક જામને ઓટોમોબાઇલ વેચાણ સાથે જોડી દીધું છે.

સાંસદે કહ્યું હતું કે દેશ અને સરકારને બદનામ કરવા માટે લોકો કહી રહ્યા છે કે ઓટોમોબાઈલ ક્ષેત્ર ધીમું થઈ ગયું છે. જો ઓટોમોબાઇલના વેચાણમાં ઘટાડો થયો છે તો રસ્તા પર ટ્રાફિક જામ કેમ છે.

આ પણ વાંચો - કેચ કર્યા પછી તબરેજ શમ્સીએ મેદાન પર વતાવ્યું જાદુ, રુમાલને બનાવી દીધો ડંડો

વીરેન્દ્ર સિંહે એ પણ દાવો કર્યો છે કે ડુંગળી મોંઘી હોવાની વાત કહેવામાં આવી રહી છે પણ તે પોતાના ક્ષેત્રમાં 25 રુપિયા કિલો ડુંગળી અપાવે છે. વિપક્ષ સરકારને ઘેરવા માટે આવી વાતો ફેલાવી રહે છે. સાંસદે કહ્યું હતું કે આજે એક-એક ઘરમાં ઘણી ગાડીઓ આવી રહી છે. વીરેન્દ્ર સિંહે એ પણ કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાનું આંકલન જીડીપીથી લગાવી શકાય નહીં કારણ કે તે શ્રમ આધારિત વ્યવસ્થા છે અને લોકોમાં બચતની પરંપરા છે.

ઓટો સેક્ટર લાંબા સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ઘરેલું યાત્રી વાહનનું વેચાણ સપ્ટેમ્બર સુધી લગભગ એક વર્ષથી ઘટાડાનું સામનો કરી રહ્યું છે. તહેવારના કારણે ઓક્ટોબરમાં વેચાણમાં 0.28 ટકાનો નજીવો વધારો થયો હતો.
First published: December 5, 2019, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading