ICICI બેંક સાથે હવે PPF અકાઉન્ટ ખોલાવવું ખુબ જ સરળ થઈ ગયું છે. બેંકના ગ્રાહકોને ખાતુ ખોલાવવા માટે દસ્તાવેજો જમા કરવવા નહીં પડે. નવી ડિજિટલ સર્વિસના માધ્મયથી ગ્રાહક પોતાનું PPF અકાઉન્ટ ઝડપથી ખોલી શકશે
ઘરે બેસીને ખોલી શકો છો ખાતું બેંકના જણાવ્યા અનુસાર આ સુવિધા શરૂ કર્યા બાદ ગ્રાહકને PPF ખાતું ખોલાવવા માટે દસ્તાવેજ સાથે બેંકની શાખામાં જવાની જરૂર નથી. ગ્રાહક હવે બેંકના ઇન્ટરનેટ અને મોબાઈલ બેંકિગના ઉપયોગથી આ સુવિધા અનુસાર PPF અકાઉન્ટ ખોલી શકે છે.
ખાતું ખોલવાનો ફાયદો PPFમાં વર્ષ દરમિયાન મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જેમાં વ્યાજનો હિસાબ મહિનાના આધાર પર થાય છે પરંતુ તે વર્ષે મળે છે. દર મહિનાની 5મી તારીખે જે બેલેન્સ હોય તેના પર વ્યાજ મળે છે. PPFમાં સંકલન ફાયદો પણ મળે છે. PPFમાં દરેક સ્તર પર ટેક્સમાંથી મુક્તિ મળે છે.
15 વર્ષ સુધી ન નિકાળી શકો રકમ PPF રિટાયરમેન્ટ માટે એક સારો વિકલ્પ છે. અને તમામ બેલેન્સ પર વ્યાજ મળે છે. PPFના 15 વર્ષ પૂર્ણ થયા બાદ 5-5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. PPF પર કુલ બેલેન્સના 25 ટકાની લોન મળી શકે છે. જે લોન પર PPFથી 2 ટકા વ્યાજ લાગે છે. 7 વર્ષ બાદ 1 વખત પૈસા ઉપાડવાનો વિકલ્પ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર