વર્લ્ડ કપ પહેલા ફસાઈ ગયો ધવન, મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા!

વર્લ્ડ કપ પહેલા ફસાઈ ગયો ધવન, મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા!

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી વોર્મઅપ મેચમાં પણ શિખર ધવન ફ્લોપ રહ્યો

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી વોર્મઅપ મેચમાં પણ શિખર ધવન ફ્લોપ રહ્યો છે. શિખર ધવન બાંગ્લાદેશ સામે 9 બોલમાં 1 રન બનાવી આઉટ થયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે ધવન 2 રન બનાવી આઉટ થયો હતો. ધવનની ટેકનિક ટીમ ઇન્ડિયા અને તેના માટે મુશ્કેલ બની શકે છે.

  ધવનનું ફુટવર્ક ખરાબ
  વર્લ્ડ કપ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા ઇરફાન પઠાણના મતે શિખર ધવનનું ફુટવર્ક ખરાબ જોવા મળી રહ્યું છે. ધવન એક કે બે વખત નહીં પણ ત્રણ વખત પગની મુવમેન્ટ કરી રહ્યો છે, જેના કારણે તેને ઇંગ્લેન્ડમાં પરેશાની આવી રહી છે. ઇરફાન પઠાણની માને તો સ્વિંગની હાલતમાં તમારું ફુટવર્ક અને બેલેન્સ સારું હોવું જરુરી છે. ધવનની બેટિંગમાં આ વાત જોવા મળતી નથી.

  આ પણ વાંચો - આ છે વર્લ્ડ કપના પાંચ ‘દબંગ’ બેટ્સમેન, ભારતનો એક પ્લેયર સામેલ

  ધવનને બંને વોર્મઅપ મેચમાં ડાબોડી બોલરે આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે તે ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. બોલ્ટના બહાર જતા બોલ પર તે વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. બાંગ્લાદેશ સામે મુશ્તફિઝુર રહેમાને ધવનને LBW આઉટ કર્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: