સરકાર સાથે વિપક્ષ, સુષ્મા સ્વરાજે US સહિત ઘણા દેશો સાથે કરી વાત

સુષ્મા સ્વરાજ

સર્વદળીય બેઠક પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે બધી પાર્ટીઓએ એક સુરમાં સુરક્ષા દળોની પ્રશંસા કરી

 • Share this:
  પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાના એક્શન પર મંગળવારે બધા વિપક્ષી દળોએ સરકાર અને સેના સાથે એકજુટતા બતાવી હતી. સરકારે પાકિસ્તાનને અલગ-થલગ કરવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. સુત્રોના મતે આ એક્શન પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.

  સર્વદળીય બેઠક પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે બધી પાર્ટીઓએ એક સુરમાં સુરક્ષા દળોની પ્રશંસા કરી છે અને સરકારના આતંક વિરોધી ઓપરેશનોનું સમર્થન કર્યું છે. મને ખુશી છે કે બધાએ પક્ષ અને વિપક્ષનો ભેદ દુર કરતા એકજુટતાનું પ્રદર્શન કર્યું છે. સુત્રોના મતે સર્વદળીય બેઠક દરમિયાન વિદેશ મંત્રીએ નેતાઓને કહ્યું હતું કે તેમણે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો ઉપર ભારતીય હવાઇ હુમલાને લઈને અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે વાત કરી છે.

  આ પણ વાંચો - મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં આપ્યો હતો Surgical Strike 2.0 પ્રથમ ઇશારો, કરી હતી આ વાત

  સુષ્મા સ્વરાજે સમાચાર એજન્સી ANIને કહ્યું હતું કે મોટા આતંકી કેમ્પો ઉપર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલા ઓપરેશન વિશે અધિકૃત જાણકારી આપવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સરકાર તરફથી ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિત્ત મંત્રી અરુણ જેટલી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વિજય ગોયલ અને બધા મોટા દળોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

  સર્વદળીય બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે અમે ફોર્સેસની પ્રશંસા કરી છે. આતંકવાદને ખતમ કરવા માટે હંમેશા અમારું સમર્થન છે. એક સારી વાત એ હતી કે આ ક્લીન ઓપરેશન હતું, જે ફક્ત આતંકીઓ અને આતંકી કેમ્પોને જ ટાર્ગેટ કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: