ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા ના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેનાના મિરાઝ 2000 ફાઇટર વિમાનમાંથી જૈશના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. આઈએએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી ઠેકાણાઓ પર 1000 કિલોના બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલામાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે.
સૂત્રોના કહેવા પ્રમાણે 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 3.30 કલાકે મિરાઝ 2000 લડાકૂ વિમાનોએ આતંકીઓનાં મોટા ઠેકાણા પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી નાખ્યા હતા.
પુલવામા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે ભારતીય સેનાની કાર્યવાહીથી પરેશાન પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કર્યું કે, 'ભારતીય વાયુસેનાનાં વિમાનો નિયંત્રણ રેખાને પાર કરીને મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ઘુસી આવ્યાં હતાં. પાકિસ્તાન વાયુ સેનાએ તરત કાર્યવાહી કરી અને ભારતીય વિમાન પાછા જતાં રહ્યાં.'
Indian Air Force carried out aerial strike at terror camps in Pakistan occupied Kashmir early this morning
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં થયેલા સીઆરપીએફનાં કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયો હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદે લીધી હતી. આ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.