મોહમ્મદ રઝાક પીઓકેના ભીમબર જિલ્લાના હુરાન ગામમાં પોતાના ઘરમાં હતો. બુધવારે સવારે લગભગ પોણા નવ કલાકે ધુમાડા અને જોરદાર અવાજે તેનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ઘરની બહાર આકાશ તરફ જોયું તો તેને ખબર પડી કે બે એરક્રાફ્ટ સળગી રહ્યા છે. જેમાં એક એલઓસી તરફ ઉડી રહ્યું હતું અને બીજુ સીધુ જમીન પર આવી રહ્યું હતું.
પછી રઝાકે જોયું કે એક પેરાશૂટ જમીન ઉપર ઉતરી રહ્યું છે અને આ નજારો તેના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર હતો. આ પછી રઝાકે હુરાન ગામથી ટેલિફોન પર બતાવ્યું હતું કે એક પેરાશુટથી પાયલોટ પડ્યો હતો. પછી રઝાકે ગામના ઘણા લોકોને ભેગા કર્યા હતા અને બધાએ મળીને આર્મી પહોચે ત્યાં સુધી તે પાયલોટને પકડી રાખ્યો હતો. જોકે આ દરમિયાન પાયલોટ નકશા અને દસ્તાવેજ ગળી જવામાં સફળ રહ્યો હતો.
આ પાયલોટ હતો ભારતીય એરફોર્સનો વિંગ કમાન્ડર અભિનંદન, જે હજુ પણ પાકિસ્તાનની સેનાના કબજામાં છે. ઉલ્લેખનીય છે કે એક એરક્રાફ્ટ ક્રેશ થયા પછી ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાનમાં પેરાશુટથી ઉતરવું પડ્યું હતું. આ પછી પાક સેનાએ અભિનંદનને કબજામાં લઈ લીધો હતો. પાક સેનાએ સ્વિકાર કર્યો છે કે ભારતનો એક પાયલોટ પાકિસ્તાનની પકડમાં છે. અભિનંદનને સહી સલામત રીતે છોડાવવા માટે ભારત તરફથી પ્રયત્નો જારી છે અને આખો દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે.
પાકિસ્તાની મીડિયા સમૂહ ‘ડોન’ના પોર્ટલ ઉપર છપાયેલી કહાની પ્રમાણે જે સમયે પાકિસ્તાનની ધરતી ઉપર અભિનંદન ઉતર્યા ત્યારે તેમની પાસે એક પિસ્તોલ હતી. ગામના લોકોએ અભિનંદનને પકડી લીધો હતો અને ત્યારે અભિનંદને પ્રથમ સવાલ કર્યો હતો કે આ હિન્દુસ્તાન છે કે પાકિસ્તાન?
રઝાકના હવાલાથી ડોને લખ્યું છે કે અભિનંદનના આ સવાલના જવાબમાં પાકિસ્તાનના ગ્રામીણોએ ચાલાકીથી જવાબ આપ્યો હતો કે આ હિન્દુસ્તાન છે. આ પછી અભિનંદને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને લોકોને પુછ્યું હતું કે ભારતમાં કયા સ્થાને છું. ત્યારે કેટલાક લોકોએ નામ કિલ્લાન બતાવ્યું હતું.
પછી અભિનંદને પોતાની પીઠમાં ઈજા હોવાની વાત કહી હતી અને લોકો પાસેથી પીવા પાણી માંગ્યું હતું. ત્યારે અભિનંદનન નારાથી નારાજ થઈને કેટલાક યુવાનોએ પાકિસ્તાન આર્મી ઝિંદાબાદના નારા લગાવવાના શરુ કર્યા હતા. આ સાંભળી અભિનંદને પોતાની પિસ્તોલથી હવાઇ ફાયર કર્યું હતું. યુવકોએ પોતાના હાથમાં પત્થર ઉઠાવી લીધા હતા.
રઝાકના મતે આ પછી અભિનંદન યુવકોને પિસ્તોલ બતાવીને લગભગ અડધો કિલોમીટર સુધી ભાગ્યો હતો. ભાગતા તેણે હવાઇ ફાયર પણ કર્યા હતા. આ સમયે અભિનંદન એક નાના તળાવમાં કુદી ગયો હતો. તળાવમાં કુદતા જ તે કેટલાક દસ્તાવેજ અને નકશા ચાવીને ગળી ગયો હતો. બાકીના કાગળો તેણે તળાવના પાણીમાં ફેકી દીધા હતા. આ દરમિયાન અભિનંદનની પાછળ પડેલા કેટલાક યુવકોએ તેને પિસ્તોલ ફેકી દેવાની ધમકી આપકા હતા અને એક વ્યક્તિએ અભિનંદનના પગમાં ગોળી મારી હતી.
આખરે અભિનંદન તળાવમાંથી બહાર આવ્યો હતો ત્યારે ગામના લોકોએ તેને પકડી લીધો હતો. કેટલાક યુવકો તેને પિટવા લાગ્યા હતા. કેટલાકે આમ કરતા રોક્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન આર્મીના સૈનિક ત્યાં પહોંચ્યા હતા અને અભિનંદનને કસ્ટડીમાં લીધો હતો.
આ કહાની બહાર આવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની બહાદુરીની સલામ કરવામાં આવી રહી છે. સાથે અભિનંદન સહી સલામત દેશ પરત ફરે તેવી દેશના લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર