રાફેલ ડિલ પર એરફોર્સ ચીફે કર્યું સરકારનું સમર્થન, કહ્યું ભારત સામે ગંભીર ખતરો

News18 Gujarati
Updated: September 12, 2018, 1:29 PM IST
રાફેલ ડિલ પર એરફોર્સ ચીફે કર્યું સરકારનું સમર્થન, કહ્યું ભારત સામે ગંભીર ખતરો
વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બિરેંદર સિંહ ઘનોઆએ વિવાદીત રાફેલ ડિલના મુદ્દા પર સરકારનું સમર્થન કરતા કહ્યું કે આ પગલું એર ફોર્સના લડાકૂ વિમાનોના ઘટતા દબાણને વધારવા માટે ભરવામાં આવ્યો છે.
News18 Gujarati
Updated: September 12, 2018, 1:29 PM IST
વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બિરેંદર સિંહ ધનોઆએ વિવાદીત રાફેલ ડિલના મુદ્દા પર સરકારનું સમર્થન કરતા કહ્યું કે આ પગલું એર ફોર્સના લડાકૂ વિમાનોના ઘટતા દબાણને વધારવા માટે ભરવામાં આવ્યું છે. તેમણે આઈએએફ ફોર્સ સ્ટ્રક્ટર 2035 સેમિનારમાં પોતાના સંબોધનો દરમિયાન કહ્યું કે રાફેલ અને એસ 400 ફાયટર જેટ વાયુસેનાને આપીને ભારતીય વાયુસેનાને વધારે મજબૂતી આપી છે.

એરચીફ માર્શલે કહ્યું કે જે રીતનો ખતરો ભારતની સામે છે, તેવો ખતરો કોઇની સામે નથી. આપણા પાડોશી દેશો હાથ પર હાથ મુકીને બેસી રહે તેવા નથી. ચીન સતત પોતાની વાયુસેનાને મજબૂત કરી રહ્યું છે. અમારા વિરોધીઓના વિચાર રાતોરાત બદલાઇ શકે છે એટલે આપણે પણ પોતાના વિરોધીઓ જેટલી તાકત વધારવી પડશે.

એરફોર્સ ચીફનું નિવેદન તે સમયે આવ્યું જ્યારે સરકાર ઉપર આરોપ લાગી રહ્યાં હતાં કે રાફેલ ડિલમાં તે પોતાને બચાવવામાં સૈન્ય અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે. મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે આ મામલામાં પીએમ મોદી દોષિત છે.

વાયુસેનાના ઉપપ્રમુખ એરમાર્શલ એસબી દેવે પણ આ ડિલનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘણું જ શ્રેષ્ઠ એરક્રાફ્ટ છે અને જે લોકો આનો વિરોધ કરી રહ્યાં છે તેમને આ ખરીદવામાં બધા નિયમો અંગે પહેલા જાણવું જોઇએ.

પીએમ મોદીએ 10 એપ્રિલ 2015માં પોતાની ફ્રાંસ યાત્રા દરમિયાન બંન્ને સરકારો વચ્ચે 58 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાનું નક્કી કર્યું હતું.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...