Home /News /india /

અડવાણીના પૂર્વ સલાહકારે કહ્યું, 'હું રાહુલ ગાંધીને વડાપ્રધાન જોવા ઇચ્છુ છું'

અડવાણીના પૂર્વ સલાહકારે કહ્યું, 'હું રાહુલ ગાંધીને વડાપ્રધાન જોવા ઇચ્છુ છું'

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

    ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એલ.કે અડવાણીનાં પૂર્વ સલાહકાર સુધીન્દ્ર કુલણર્ણીએ કહ્યુ કે, ભારતને એવા નેતાની જરૂર છે કે, જે કાશ્મીર જેવા મોટાં પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે અને એટલા માટે જ રાહુલ ગાંધીને તેઓ ભવિષ્યનાં વડાપ્રધાન જોવા ઇચ્છે છે.

    પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબધો અને પ્રશ્નો વિશે વાત કરતા કુલકર્ણીએ કહ્યુ કે,નરેન્દ્ર મોદી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નિવડ્યાં છે.  મુંબઇમાં એક પેનલ ચર્ચામાં સુધીન્દ્ર કુલકર્ણીએ રાહુલ ગાંધીનાં વખાણ કર્યા અને કહ્યુ કે, રાહુલ ગાંધી સારા હ્રદયનાં નેતા છે.

    તેમણે વધુમાં ઉમેર્યુ કે, પાડોશી દેશ સાથે સંવાદ કરવાથી જ લાંબા ગાળાનાં પ્રશ્નોનું નિરાકરણ આવશે અને પાકિસ્તાન જેવા દેશો સાથે સંબધો સુરધશે અને આ જ રીતે આગળ વધવાથી મહાન રાષ્ટ્ર બની શકાશે. આપણે એ કહેવુ જોઇએ કે, પાકિસ્તાન સાથેનો પ્રશ્ન હલ કરવા માટે શું જરૂરી છે ? અને એટલા માટે જ હું નિવેદન કરુ છું કે રાહુલ ગાંધીને હું વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છું છુ.

    આ પ્રસંગે કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદના પુસ્તક સ્પેક્ટ્રમ પોલિટીક્સનું વિમોચન પણ થયુ હતું.

    સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યુ કે, રાહુલ ગાંધી યુવા નેતા છે અને આદર્શવાદી છે. તેમના હ્રદયમાં કરુણા છે. રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી કોઇ નેતાએ પ્રેમ અને કરુણાની ભાષા વાપરી નથી.”

    કુલકર્ણીએ વધુમાં જણાવ્યુ કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પાડોશી દેશો પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ વગેરેની મુલાકાત લેવી જોઇએ અને પ્રશ્નોના નિરાકરણનાં વિચારો સાથે બહાર આવવું જોઇએ. રાજીવ ગાંધી જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે તેઓ અફઘાનિસ્તાનની મુલાકાતે ગયા હતા. એવી જ રીતે, રાહુલ ગાંધીએ પણ પાકિસ્તાન ,ચીન, બાંગ્લાદેશની મુલાકાત લઇ મોટા પ્રશ્નોનુ કઇ રીતે નિરાકરણ કરી શકાય તેવા આઇડિયા સાથે ઉભરવું જોઇએ અને એવા પ્રશ્નો સોલ્વ કરવા જોઇએ કે જેમાં મોદી નિષ્ફળ નિવડ્યાં છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: L K Advani, કોંગ્રેસ, પીએમ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन