હું મોદીનો ફેન, બાકીની જીંદગી તેમના નામે: અમરસિંહ

News18 Gujarati
Updated: July 31, 2018, 9:40 AM IST
હું મોદીનો ફેન, બાકીની જીંદગી તેમના નામે: અમરસિંહ
રવિવારે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની માટે પીએમ મોદી લખનઉ પહોંચ્યાં હતા. અમર સિંહે કેસરીયા કપડામાં આ સેરેમનીમાં સામેલ થયા હતાં.

  • Share this:
રાજ્યસભા સાંસદ અમર સિંહને પોતાના નિવેદનોથી સમાચારોમાં રહેતા આવડે છે. સમાજવાદી પાર્ટીના નેતા રહી ચુકેલા અને મુલાયમ સિંહના કહેવાતા મિત્ર અમર સિંહ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે ચર્ચામાં છે. સિંહે કહ્યું છે કે, 'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંગત રીતે ઘણાં પસંદ કરૂં છું. તેમનામાં ગજબની નેતૃત્વ ક્ષમતા છે. મારી આગળની જીંદગી તેમના નામે છે.' તેમના આવા નિવેદનથી ચર્ચા થઇ રહી છે કે હવે તે થોડા સમયમાં બીજેપીમાં જોડાઇ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે મારો હાલ બીજેપીમાં જોડાવવાનો કોઇ ઇરાદો નથી.

અમરસિંહે પીએમની સાથે સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રસંશા કરી છે. તેમણે પીએમ મોદી અને સીએમ યોગી ને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને માયાવતી કરતા સારા જણાવ્યાં છે. તેમણે તે પણ કહ્યું કે જો મારે ક્યારેય અખિલેશ-માયાવતી અને મોદી-યોગીમાંથી કોઇની પસંદગી કરવાની હોય તો હું મોદી-યોગીની કરીશ.

પીએમ મોદીએ રવિવારે લખનઉમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, ' અમે ઉદ્યોગપતિઓ સાથે તસવીર પડાવતાં ડરતા નથી. તેમણે કોંગ્રેસને કટાક્ષમાં કહ્યું હતું કે, જે પડદા પાછળ વેપારીઓ સાથે મળે છે, સામે નથી મળતા તેમનો કાચો ચિઠ્ઠો ઠે અમરની પાસે.' નોંધનીય છે કે તે સભામાં અમર સિંહ પણ બેઠા હતાં.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અમર સિંહે કહ્યું હતું કે, 'હું એક સામાન્ય મતદાતાની જેમ વિચારૂં છું. હું વડાપ્રધાન મોદીને દેશને આગળ લઇ જવાના સૌથી સારી તક તરીકે જોઉ છું. હું સપાથી બરતરફ કરેલો નેતા છું. આખા દેશ અને રાજનીતિમાં તે તથ્ય બધા જાણે છે કે મોદીના વ્યક્તિત્વ અને તેમના કામની સરખામણી બધા લોકો મળીને પણ નથી કરી શકતાં. જો મારે માયાવતી, મમતા બેનર્જી અને મોદીજીમાંથી કોઇની વડાપ્રધાન તરીકે ઉમેદવારની પસંદગી કરવાની હોત તો હું મારો વોટ ચોક્કસ રીતે પીએમ મોદીને જ આપું.'

મહત્વનું છે કે રવિવારે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની માટે પીએમ મોદી લખનઉ પહોંચ્યાં હતા. અમર સિંહે કેસરીયા કપડામાં આ સેરેમનીમાં સામેલ થયા હતાં. પીએમ મોદીના નિવેદન પછી અમર સિંહ તેમની પ્રસંશા કરતા થાકતા નથી.
First published: July 31, 2018, 9:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading