ઉપેન્દ્ર કુશવાહાને અમિત શાહની 20-20 ફોર્મ્યુલા મંજુર નથી, કહ્યું - હું ક્રિકેટ રમતો નથી

News18 Gujarati
Updated: September 24, 2018, 5:06 PM IST
ઉપેન્દ્ર કુશવાહાને અમિત શાહની 20-20 ફોર્મ્યુલા મંજુર નથી, કહ્યું - હું ક્રિકેટ રમતો નથી
એનડીએ ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ બીજેપી અધ્યક્ષ અમિત શાહના લોકસભા સીટ વહેંચણીનો પ્રસ્તાવ ફગાવી દીધો

બીજેપી અધ્યક્ષ અમિત શાહના 20-20 ફોર્મ્યુલા પ્રમાણે બિહારની ચાલીસ લોકસભા સીટોમાં 20 સીટો પર બીજેપી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 20 સીટો એનડીએના સહયોગી દળોને મળશે

  • Share this:
એનડીએ ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ બીજેપી અધ્યક્ષ અમિત શાહના લોકસભા સીટ વહેંચણીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. કેન્દ્રીય મંત્રી અને રાલોસપાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ બિહારમાં બીજેપીના વીસ-વીસ સીટોના વહેંચણીના ફોર્મ્યુલાને માનવાનો ઇન્કાર કરી દીધો છે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહના 20-20 ફોર્મ્યુલા પ્રમાણે બિહારની ચાલીસ લોકસભા સીટોમાં 20 સીટો પર બીજેપી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 20 સીટો એનડીએના સહયોગી દળોને મળશે. આ ફોર્મ્યુલા પ્રમાણે 12 સીટ જેડીયુને, જ્યારે રામવિલાસ પાસવાનની પાર્ટી લોજપાને 6 અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપીને બે સીટો મળવાનું નક્કી થઈ ગયું છે.

જોકે આ ફોર્મ્યુલા પર પોતાનો મત રજુ કરતા કુશવાહાએ પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ક્રિકેટ રમતો નથી અને મને 20-20 ફોર્મ્યુલા પણ સમજણ પડતી નથી. તેના બદલે હું ગિલ્લી દંડા રમવાનું પસંદ કરીશ.

આ પણ વાંચો - આ પાંચ રાજ્યોને નહીં મળે PM મોદીની 'આયુષ્માન ભારત' યોજનાનો લાભ

કુશવાહાને પુછવામાં આવ્યું કે તેમની આપત્તિઓને લઇને બીજેપીએ તેમની સાથે સંપર્ક કર્યો છે, તો આરએલએસપી પ્રમુખે કહ્યું હતું કે જ્યાં સુધી આ વિશે યોગ્ય નિર્ણય નહીં થાય ત્યાં શું આ વિશે હું ટિપ્પણી કરીશ નહીં.
First published: September 24, 2018
વધુ વાંચો
अगली ख़बर