ન્યૂઝિલેન્ડમાં ભારતીય સ્ટુડન્ટનું મોત, દારૂ પીધેલા ડ્રાઈવરે સિગ્નલ તોડી કાર ચઢાવી દીધી

હૈદરાબાદના સ્ટુડન્ટના પરિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે કે તેઓ પોતાના પુત્રની ડેડબોડીને પરત લાવવા માટે મદદ કરે.

Vinod | News18 Gujarati
Updated: December 25, 2017, 12:55 PM IST
ન્યૂઝિલેન્ડમાં ભારતીય સ્ટુડન્ટનું મોત, દારૂ પીધેલા ડ્રાઈવરે સિગ્નલ તોડી કાર ચઢાવી દીધી
ફહાદ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ ટેક્સી ડ્રાઇવરની નોકરી કરતો હતો
Vinod | News18 Gujarati
Updated: December 25, 2017, 12:55 PM IST
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડમાં 29 વર્ષીય ભારતીય સ્ટુડન્ટનું રોડ અકસ્માતમાં મોત થયું છે. હૈદરાબાદના સ્ટુડન્ટના પરિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે કે તેઓ પોતાના પુત્રની ડેડબોડીને પરત લાવવા માટે મદદ કરે.

સયદ અબ્દુલ રહીમ ફહાદ ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં અભ્યાસ કરતો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે તે અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ ટેક્સી ડ્રાઇવરની નોકરી પણ કરતો હતો.

ફહાદના પરિવારના ન્યૂઝિલેન્ડમાં રહેતા સંબંધીઓના જણાવ્યા પ્રમાણે એક ડ્રિંક કરેલા ડ્રાઈવરે સિગ્નલ બ્રેક કરીને ફહાદની કારને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ફહાદનો પરિવાર હૈદરાબાદમાં ચંચલગુડા વિસ્તારમાં રહે છે. પરિવારે વિદેશ મંત્રીને રજુઆત કરી છે કે તેની ડેડબોડી વહેલામાં વહેલી તકે ભારત લાવવામાં મદદ કરે.
First published: December 25, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...