હૈદરાબાદ ગેંગરેપ : આરોપીની પત્ની બોલી - જ્યાં પતિને માર્યો ત્યાં મને પણ મારી દો

હૈદરાબાદ ગેંગરેપ : આરોપીની પત્ની બોલી - જ્યાં પતિને માર્યો ત્યાં મને પણ મારી દો
હૈદરાબાદ ગેંગરેપ : આરોપીની પત્ની બોલી - જ્યાં પતિને માર્યો ત્યાં મને પણ મારી દો

ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટના પછી તેમના પરિવારજનો આઘાતમાં

 • Share this:
  હૈદરાબાદ : હૈદરાબાદમાં મહિલા ડૉંક્ટર સાથે ગેંગરેપ અને પછી સળગાવી દેવાના કેસમાં (Hyderabad Gangrape Case)ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટના પછી તેમના પરિવારજનો આઘાતમાં છે. મુખ્ય આરોપી મોહમ્મદ આરિફની માતાએ કહ્યું કે મારો પુત્ર ચાલ્યો ગયો. આરિફના પિતાએ પહેલા કહ્યું હતું કે જો મારા પુત્રએ અપરાધ કર્યો છે કે તે સૌથી સખત સજાનો હકદાર છે.

  ચેન્નાકેશવુલુની પત્ની રેણુકાએ કહ્યું હતું કે પોલીસે મને પણ મારી નાખવી જોઈએ કારણ કે પોતાના પતિના મોત પછી કશું જ નથી. રેણુકાએ કહ્યું હતું કે મને કહેવાયું હતું કે મારા પતિને કશું થશે નહીં અને તે જલ્દી પાછો આવી જશે. મને નથી ખબર શું કરવાનું છે. કુપા કરી મને તે સ્થાને લઈ જાવ જ્યાં મારા પતિને માર્યો છે અને ત્યાં મને પણ મારી નાખો.  આ પણ વાંચો - હૈદરાબાદ ગેંગરેપ : પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું હતું, સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું

  ચેન્નાકેશવુલુના થોડા મહિના પહેલા જ લગ્ન થયા હતા. બીજી તરફ શિવના પિતા જોસુ રામપ્પાએ કહ્યું હતું કે તેના પુત્રએ ગુનો કર્યો હશે પણ તેનો અંત આવો ન હોવો જોઈએ. ઘણા લોકોએ બળાત્કાર અને હત્યાઓ કરી છે પણ તે આ રીતે માર્યા ગયા નથી. તેમને આ રીતે કેમ ના મારવામાં આવ્યા.

  તેલંગાણામાં નારાયણપેટ જિલ્લાના જકલર ગામમાં 26 વર્ષીય આરિફ ટ્રક ડ્રાઇવર બન્યા પહેલા એક સ્થાનિક પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. અન્ય એક આરોપી જોલુ શિવા અને જોલુ નવીન બંને 20 વર્ષના હતા. સફાઇકર્મી તરીકે કામ કરી રહ્યા હતા અને તે જ જિલ્લાના ગુડીગંદલા ગામના હતા. ચિંતાકુંટા ચેન્નાકેશવુલ (20) તે જ ગામનો ટ્રક ડ્રાઇવર હતો.
  First published:December 06, 2019, 21:50 pm

  ટૉપ ન્યૂઝ