પુરુષ અને તેની મહિલા મિત્રએ દારૂના નશામાં પોલીસ સ્ટેશન માથે લીધું

પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત સર્જનાર વ્યક્તિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ માટે ફિલ્મો બનાવવાનું કામ કરે છે.

 • Share this:
  હૈદરાબાદઃ એક પુરુષ અને તેની મહિલા મિત્રની પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવીને તોડફોડ કરવાના ગુનામા તેમજ હેડ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક અકસ્માતના સંદર્ભમાં બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

  પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેએ પોતાની કારથી એક અન્ય કારને ટક્કર મારી હતી. શુક્રવારે રાત્રે આ બનાવ બન્યો હતો. અકસ્માત બાદ પુરુષ અને તેની સ્ત્રી મિત્રએ કારના ડ્રાઇવરને ગાળો પણ ફાંડી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત સર્જનાર વ્યક્તિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ માટે ફિલ્મો બનાવવાનું કામ કરે છે. બંને દારૂના નશામાં હોવાથી અકસ્માત બાદ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીં બંનેએ પોલીસ સ્ટેશનમાં જ હંગામો મચાવ્યો હતો અને પરિસર તેમજ પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી.

  આ પણ વાંચોઃ સમાગમ દરમિયાન તૂટી ગયો પલંગ, કપલે પલંગ કંપની પર ઠોક્યો કેસ

  પૂછપરછ દરમિયાન પુરુષે એક હેડ કોન્સ્ટેબલને થપ્પડ પણ મારી દીધી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવારે બંનેની આઈપીસીની વિવિધ કલમો હેઠળ તેમજ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: