હૈદરાબાદઃ માએ પ્રેમી સાથે મળીને ચાર વર્ષની પુત્રીને આપ્યા ગરમ ચમચાના ડામ

પ્રતિકાત્મક તસવીર

પીડિત બાળકીની માતાએ સાવકા પિતા સાથે મળીને માર માર્યા બાદ ગરમ ચમચાના ડામ આપ્યા હતા.

 • Share this:
  હૈદરાબાદમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત બાળકીની માતાએ સાવકા પિતા સાથે મળીને માર માર્યા બાદ ગરમ ચમચાના ડામ આપ્યા હતા. એનડીટીવી પ્રમાણે એક સમાજસેવીએ આ બાળકીને છોડાવી હતી. અને તેની સાથે થયેલી હેવાનિયતનો ખુલાસો કર્યો હતો.

  બાળકીએ બાળક અધિકાર એનજીઓના કાર્યકર્તાને જણાવ્યું હતું કે, તે ખાઇ રહી હતી ત્યારે તેના પપ્પાએ તેને ડામ આપ્યા હતા. બાળકીએ જ્યારે પોતાની દર્દભરી કહાની જણાવી ત્યારે છોડાવનારના આંખોમાં આંસુ આવી ગયા હતા. બાળકીએ જણાવ્યું કે, સાવકા પિતાએ તેને મારી હતી. શરીર ઉપર ગરમ ચમચાના ડામ આપ્યા હતા.

  બાળકીની પાડોશમાં રહેવાવાળાએ બાળકીની પીડા એક સ્થાનિક નેતા પાસે પહોંડી હતી. તેમણે બાદમાં સમાજસેવી અચ્યુત રાવ આ અંગે ફરિયાદ કરીહ તી. ત્યારબાદ બાળકીને તેના માતા અને સાવકા પિતાના ચંગુલમાંથી છોડાવી હતી. પોલીસે બાળકીની માતા અને તેના લીવ ઇન પાર્ટનર સામે કેસ નોંધ્યો છે.

  પોલીસ પ્રમાણે બાળકી બાળકીની માતાની ઉંમર 25 વર્ષની છે. તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. ત્યારબાદ અન્ય એક યુવકની સાથે રહેવા લાગી હતી. સમય પસાર થવાની સાથે જ એ યુવક અને તેની માતા વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. માર મારીને તેનો ગુસ્સો ઉતારવા લાગ્યો હતો. પીડિત બાળકીને હવે સરકારી બાળગૃહમાં રાખવામાં આવી છે.
  Published by:ankit patel
  First published: