RTIમાં પતિએ માંગ્યો પત્નીની રજાઓનો હિસાબ, જાણો અધિકારીએ શું કહ્યું?

News18 Gujarati
Updated: May 3, 2019, 10:08 AM IST
RTIમાં પતિએ માંગ્યો પત્નીની રજાઓનો હિસાબ, જાણો અધિકારીએ શું કહ્યું?
પ્રતિકાત્મક તસવીર

તમને સાચું નહીં લાગે પરંતુ મધ્યપ્રદેશનાં રીવા જિલ્લામાં એક પતિએ પત્નીની રજાઓની જાણકારી મેળવવા માટે આરટીઆઈનો ઉપયોગ કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આપણે ઘણી રીતની આરટીઆઈ સાંભળી હશે પરંતુ તમે ક્યારેય પતિએ પત્નીની જાસુસી કરવા માટે આરટીઆઈ કરી હોય તેવું સાંભળ્યું છે? તમને સાચું નહીં લાગે પરંતુ મધ્યપ્રદેશનાં રીવા જિલ્લામાં એક પતિએ પત્નીની રજાઓની જાણકારી મેળવવા માટે આરટીઆઈનો ઉપયોગ કર્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અધિકારીએ પત્નીની રજાની જાણકારી પતિને આપવાનો આદેશ આપી દીધો. પરંતુ પત્નીએ પ્રથમ અપીલીય અધિકારીનાં આદેશ પર આપત્તિ જાહેર કરી હતી.



જે અંગે રાજ્ય સૂચના આયુક્ત રાહુલ સિંહને આ મામલાને લોકહિતનો મામલો નથી તેમ જણાવીને પ્રથમ અપીલીય અધિકારીનો આદેશને નકારી દીધો. આ સાથે જ આ મામલો લોકહિત સાથે જોડાયેલો ન હોવાથી જાણકારી ન આપવાનો આદેશ આપી દીધો.



મધ્યપ્રદેશનાં રીવા જિલ્લામાં રહેતી અમૃતા શુક્લા તલાટી પદ પર તૈનાત છે. તેના પતિ પણ ભોપાલમાં સહાયક વર્ગ 3 કાર્યાલય, વિકાસ આયુક્ત વિદ્યાંચલ ભવનમાં છે. લગ્નનાં થોડા જ દિવસોમાં તેમની વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો. જેથી પતિને પોતાની પત્નીની રજાઓ અંગેની માહિતી જોઇતી હતી.

આ પછી પત્નીએ રાજ્ય સૂચના આયોગમાં આપત્તિ દાખલ કરી હતી. જેની સુનાવણી કરતા અધિકારીએ આ અંગે જાણકારી આપવાની ના પાડી દીધી હતી. આયોગે કહ્યું કે અમારૂં કામ અંગત ઝઘડાઓમાં જાણકારી આપવાની નથી. આ ઉપરાંત સૂચના આયુક્તે કહ્યું કે, 'પ્રથમ અપીલીય અધિકારીએ આ મામલામાં સુનાવણીમાં આરટીઆઈનાં અધિકારીએ સેક્શન 11ને ધ્યાનમાં ન લેવાની ગંભીર ભૂલ કરી છે. સરકારી તંત્રમાં પારદર્શિતા હોવી જરૂરી છે. લોકહિત વગરનાં કિસ્સાઓમાં જાણકારી આપવામાં સરકારનો સમય અને સંશાધન બંન્નેનું નુકશાન થાય છે.'
First published: May 3, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading