Home /News /india /

આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતિઓને 10 ટકા અનામતની મંજૂરી

આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતિઓને 10 ટકા અનામતની મંજૂરી

આ મહત્વનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો છે. 

આ મહત્વનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો છે. 

  છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત દેશમાં અનામત માટે લડત ચાલી રહી છે. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય લેતા આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત કરી છે.

  આ મહત્વનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો છે.  આ લાભ સવર્ણો કે જેઓ આર્થિક રીતે પછાત છે તેમને મળશે. આ નિર્ણયથી કરોડો ગરીબ લોકોને ફાયદો થવાની શક્યતા રહેલી છે.

  મહત્વનું છે કે અનામત આપીને કેન્દ્ર સરકારે આગામી 2019ની ચૂંટણીમાં પણ ઘણો લાભ લઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મંગળવારે મોદી સરકાર સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. જણાવીએ કે મંગળવારે જ સંસદનાં શીતકાલીન સત્રનો છેલ્લો દિવસ છે.  નોંધનીય છે કે મોદી સરકાર આ આરક્ષણ આર્થિક આધાર પર લાવી રહ્યાં છે જેની અત્યારે સંવિધાનમાં કોઇ વ્યવસ્થા નથી. સંવિધાનમાં જાતિનાં આધારે આરક્ષણની વાત કરવામાં આવી છે તેવી સ્થિતિમાં સરકારે આ લાગૂ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સરકારનાં આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.

  આ પણ વાંચો : બિન અનામત વર્ગમાં આવો છે ? તો આ રહી તમારા માટે સરકારી યોજનાઓ

  પરિણામોની અસર

  SC/ST એક્ટમાં સર્વોચ્ચ અદાલતના આદેશ સામે મોદી સરકારે વટહુકમ લાગૂ કર્યો હતો. જેના કારણે સવર્ણ મતદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી વધી હતી. આનાં કારણે ભાજપ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં તેની અસર પરિણામો પર સ્પષ્ટ દેખાઇ હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: 10%, અનામત, મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन