હું ડિજિટલ ક્રાંતિનો સમર્થક પણ મારી પાસે હજુ ક્રેડિટ કાર્ડ નથીઃ મુકેશ અંબાણી

Vinod | News18 Gujarati
Updated: December 1, 2017, 5:20 PM IST
હું ડિજિટલ ક્રાંતિનો સમર્થક પણ મારી પાસે હજુ ક્રેડિટ કાર્ડ નથીઃ મુકેશ અંબાણી
'The Irreversible Rise of India'નામે ચાલી રહેલી HT લિડરશિપ સમિટમાં શુક્રવારે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મુકેશ અંબાણીએ ભાગ લીધી હતો. સમિટના પહેલા દિવસે નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીએ સંબોધન કર્યું હતું.

'The Irreversible Rise of India'નામે ચાલી રહેલી HT લિડરશિપ સમિટમાં શુક્રવારે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મુકેશ અંબાણીએ ભાગ લીધી હતો. સમિટના પહેલા દિવસે નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીએ સંબોધન કર્યું હતું.

  • Share this:
નવી દિલ્હીઃ 'The Irreversible Rise of India'નામે ચાલી રહેલી HT લિડરશિપ સમિટમાં શુક્રવારે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મુકેશ અંબાણીએ ભાગ લીધી હતો. સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતમાં જેવી રીતે આર્થિક અને ટેક્નિકલ પરિવર્તનો થઈ રહ્યા છે તે એક રીતે રિવિલાઈઝેશન રિ-બર્થ છે. આગામી દિવસો ભારત અને ચીનના છે. જોકે, ભારત ગ્રોથના કેસમાં ચીનથી આગળ છે. નવી ટેક્નોલોજી જ આગળનો રસ્તો નક્કી કરશે. આવતા વર્ષોમાં ભારતનો ગ્રોથ ખૂબ ઝડપી રહેશે.

મુકેશ અંબાણીએ બીજું શું કહ્યું?

- 'હું ડિજિટલ ક્રાંતિનો સૌથી મોટો સમર્થક છું. પરંતુ રસપ્રદ વાત એ છે કે મારી પાસે હજી સુધી ક્રેડિટ કાર્ડ નથી. તેમણે કહ્યું કે હાલમાં જ મેં લિયોનાર્દો-દ વિન્ચીનું એક પુસ્તક વાંચ્યું છે. મને વાંચવાનો ખૂબ શોખ છે.'

- 'આધાર દુનિયાની સૌથી મોટી અને આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ છે. તેને થોડા જ વર્ષમાં તૈયાર કરવામાં આવી. આ અમેરિકા અને ચીન જેવા દેશો કરતા ઘણો આગળનો વિચાર છે.'

- મુકેશ અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારો દેશની ઇકોનોમી પર આટલો મોટો પ્રભાવ છે, તમે બહુ સારી રીતે તેને સમજી શકો છો તો તમે દેશના નાણા મંત્રી કેમ નથી બની જતા? આના જવાબમાં તેમણે કહ્યું કે, હું બિઝનેસની દુનિયામાંથી આવું છું, હું રાજનેતા નથી.

- જિયોએ આખા ટેલિકોમ સેક્ટરને આમ તેમ કરી નાખ્યાના સવાલ પર અંબાણીએ કહ્યું કે, આ વાત અમુક હદ સુધી સાચી છે. જોકે, આખરે તેનો ફાયદો લોકોને મળી રહ્યો છે.- અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારા જેવા લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાં પ્રવેશ કરીને તેની તસવીર બદલવાનો પ્રયાસ કેમ નથી કરતા? તેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર તરફથી આ અંગે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. અમારા તરફથી પણ આવા પ્રયાસો થવા જોઈએ. તેમણે કહ્યું કે કૃષિ, શિક્ષા અને સ્વાસ્થ્ય મોટા ક્ષેત્ર છે જેના પર ફોકસ કરીને દેશ સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. આ પ્રસંગે તેમણે ચીનથી આગળ નીકળવાની પણ વાત કરી હતી.

- મુકેશ અંબાણીએ કહ્યું કે, જો ડેટા એ જ ડેસ્ટની હોય તો ભારત તેના માટે તૈયાર છે. જીઓ ડેટા ખપતે ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવી દીધો છે. આજની દુનિયા માટે ડેટા ફક્ત ન્યૂ ઓઇલ જ નહીં પરંતુ સોઇલ પણ છે. ભારતે હાલમાં તેની એજ્યુકેશન સિસ્ટમને સારી બનાવવાની જરૂર છે.

- મુકેશ અંબાણીએ દેશ અને દુનિયાના રોકાણકારોને ભારતની ગ્રોથ સ્ટોરીનો ભાગ બનવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આગામી ત્રીસ વર્ષમાં ભારતની આઝાદીને 100 વર્ષ થઈ પુરા થઈ જશે. અમે ઇચ્છીએ છીએ કે ભાતર દુનિયાનો સૌથી પ્રગતિશિલ દેશ બની જાય. મુકેશ અંબાણીએ લોકોની ભલાઈ માટે હેલ્થકેર સિસ્ટમને રસ્તી બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 1.3 અબજ ભારતીયોએ દેશના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

- 'ભારત વિશ્વ ફલક પર એક શક્તિશળી આર્થિક શક્તિના રૂપમાં સામે આવી રહ્યું છે. અત્યારે ભારતની ઇકોનોમી 2.5 ટ્રિલિયન ડોલર છે. આગામી વર્ષમાં તે 7 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ સદીમાં ભારત દુનિયાનો સૌથી પ્રગતિશિલ દેશ બની શકે છે. આગામી ત્રણ દશકા દેશ માટે યુગાંતરકારી છે.'

- 'આ સમયે દુનિયા ઔદ્યોગિક ક્રાંતિથી ગુજરી રહ્યો છે. આ લોકતાંત્રિકનો જમાનો છે. આધુનિકરણ અને ટેક્નોલોજીનો ફાયદો બધાને મળી રહ્યો છે.'

- 'ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે, કારણ કે ભારત એક યુવા દેશ છે. અહીંના નેતૃત્વમાં સંકલ્પ અને કંઈક કરી છૂટવાની ધગશ છે. વર્તમાન સરકારની ડિજિટલ ઇન્ડિયા પોલીસી તેનું તાજુ ઉદાહણ છે. સરકારે ટેક્નોલોજીના કેસમાં તમામ રાજનીતિકરણ વચ્ચે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી બધા એ દિશામાં વિચારવા લાગ્યા છે. પ્રધાનમંત્રીનું ડિજિટલ ઇન્ડિયા મિશન ઇકોનોમિક ગ્રોથ માટે પ્રેરણાનું કામ કરી રહ્યું છે.'
First published: December 1, 2017
વધુ વાંચો
अगली ख़बर