Home /News /india /

પ્રમુખપદે રહી ભારતનો બે વખત પ્રવાસ કરનાર હું એકમાત્ર US પ્રમુખઃ ઓબામા

પ્રમુખપદે રહી ભારતનો બે વખત પ્રવાસ કરનાર હું એકમાત્ર US પ્રમુખઃ ઓબામા

એચટી લિડરશિપ સમિટ 2017માં આજે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી મુખ્ય વક્તા હશે. ગઈકાલે પીએમ મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ સમિટને સંબોધન કર્યું હતું.

એચટી લિડરશિપ સમિટ 2017માં આજે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી મુખ્ય વક્તા હશે. ગઈકાલે પીએમ મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ સમિટને સંબોધન કર્યું હતું.

નવી દિલ્હીઃ એચટી લિડરશિપ સમિટ 2017માં શુક્રવારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સામેલ થયા હતા. ગુરુવારે પીએમ મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ સમિટને સંબોધન કર્યું હતું.

ઓબામાએ શું કહ્યું?

- ટ્વિટર, ફેસબુક ખૂબ શક્તિશાળી માધ્યમ છે. પરંતુ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ શકે છે. આપણે સોશિયલ મીડિયાની સીમાઓને સમજવી પડશે. મારા ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે.

- પાકિસ્તાની આતંકવાદ પર બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકા પણ પાક. ટેરરનું શિકાર બની ગયું છે. તેમણે કહ્યું કે, 26/11ના હુમલાએ અમેરિકાને પણ પ્રભાવિત કર્યું. જોકે, તેમણે એ વાતનો ઇન્કાર કર્યો કે પાકિસ્તાને 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને આશરો આપ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનને પણ ઓસામાના અંગેની જાણકારી ન હતી.

- આતંકવાદ પર વાત કરતા ઓબામાએ કહ્યું કે, આતંકવાદ કોઈ પણ લોકતંત્ર માટે મોટો ખતરો છે. તેમણે કહ્યું કે હથિયારથી કોઈ પણ સમષ્યાનું સમાધાન ન થઈ શકે.

- મોદી દ્વારા તેમના બરાક કહીને બોલાવવા અને સારા સંબંધો પર ઓબામાએ કહ્યું કે, આવું મને પસંદ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'મોદીના દિલમાં દેશ માટે એક વિઝન છે. મોદી સાથે ડોક્ટર મનમોહનસિંઘ પણ મારા સારા મિત્ર છે.'

'હું જાણું છું કે પીએમ મોદી ભારતની એકતા પર વિશ્વાસ રાખે છે. પરંતુ આ એકતા જાળવી રાખવાની જવાબદારી બધાની છે. લોકતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ ઓફિસ જનતાની ઓફિસ હોય છે. જો તમે કોઈ નેતાને ખોટું કામ કરતા જુવો છો તો એક નાગરિક તરીકે તમા તેને સવાલ કરવો જોઈએ.'

લવ જેહાદ, ધર્માંધતા, ગૌરક્ષાના નામે હત્યા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઓબામાએ કહ્યું કે, 'હું મોદી સાથે આ બાબતે થયેલી વાતચીતનો ખુલાસો અહીં ન કરી શકું.' જોકે, તેમણે એટલું જરૂર કહ્યું કે, ભારતમાં બહું મોટી સંખ્યામાં મુસ્લિમો રહે છે અને તેમના હિતમાં જ દેશનું ભલું છે.

કરણ થાપર સાથે વાતચીતમાં ઓબામાએ એક ડિનરમાં દાળ ખાવાનો બનાવ શેર કરતા કહ્યું કે, 'તેઓ પહેલા અમેરિકન પ્રમુખ હતા જેમણે દાળ ચાખી હતી'

ઓબામાએ ક્લાઇમેટ ચેન્જ પર વાત કરતા વર્તમાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ટીકા કરી હતી. ઓબામાએ કહ્યું, 'પીએમ મોદી અને મેં પેરિસ એગ્રિમેન્ટ માટે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ અમેરિકાની લીડરશિપમાં એક વિઘ્ન આવી ગયું.'

'એશિયા જ નહીં ભારતે વૈશ્વિક સ્તરે મોટી ભૂમિકા નિભાવવાની છે'

આર્થિક સમાનતા પર ઓબામાએ કહ્યું કે, 'મધ્યમવર્ગના લોકો ઉપેક્ષિત છે. ટોપ પર રહેલા 1 ટકા લોકો પાસે સંપત્તિનો મોટો હિસ્સો છે. એવું લાગે છે કે આ આખી ગેમ ફિક્સ્ડ છે. આપણે આપણા મજૂરોને યોગ્ય વળતર આપવું જોઈએ. એ દિશામાં કામ કરવું જોઈએ કે ટેક્સનું પાલન યોગ્ય રીતે થાય અને ગરીબ અને અમીર દેશો વચ્ચેનું અંતર ઓછું થાય.'

'મને ગર્વે છે કે હું એકમાત્ર એવો યુએસ પ્રમુખ છું જે પોતાના પદ પર રહીને બે વખત ભારત આવ્યો. મિશેલ મારાથી નારાજ હતી, કારણ કે હું તેને સાથે લઈને નથી આવ્યો.'

'ભારત જેવા દેશે પોતાના લોકોની કુશળથા વધે તેના પર ધ્યાન આપવું જોઈએ. આનાથી જ યુવાઓને રોજગારી મળશે અને તેમનું ભવિષ્ય ઉત્તમ થશે. એમાં કોઈ શંકા નથી કે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે જોબ ઓછી થઈ રહી છે, પરંતુ સ્કિલ વધારવાને કારણે આપણને બીજી નોકરી મળી શકે છે.'

'ઇન્ટરનેશનલ ઓર્ડર સ્થાપિત કરવા માટે અમે ઘણું બધું કર્યું. તેમ છતાં તણાવ બનેલો છે. દુનિયામાં વૈશ્વિકરણ, આતંકવાદ, અસમાનતા જેવા તત્વોએ તણાવમાં વધારો કર્યો.'

'બંને દેશ આતંકવાદની સમષ્યાનો સામનો કરી રહ્યા છે'

'રાષ્ટ્રપ્રમુખ તરીકે બે વખત ભારત આવનાર હું પ્રથમ અમેરિકન પ્રમુખ રહ્યો. મેં વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવવાની પરંપરા શરૂ કરી. મારા કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા. બંને દેશ વચ્ચે અનેક સમાનતાઓ છે.'

'કોમ્યુનિકેશનથી જ લોકોને સાચી તાકાત મળે છે, આજે દુનિયા વધારે કનેક્ટ છે. જોકે, દુનિયામાં અનેક વિભાજનકરનારા તત્વો પણ સક્રિય છે.'

- સમિટમાં હાજર તમામ લોકોએ ઉભા થઈને બરાક ઓબામાનું સ્વાગત કર્યું
- રાષ્ટ્રપ્રમુખ પદેથી હટ્યા બાદ બરાક ઓબામાનું ભારતમાં પ્રથમ ભાષણ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સમિટમાં હાજર
- HT લિડરશિપ સમિટની આ વખતની થીમ 'The Irreversible Rise of India'
First published:

Tags: બરાક ઓબામા, મુકેશ અંબાણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन