Home /News /india /

આગામી અઠવાડિયું શૅરબજાર માટે કેવું રહેશે, ક્યાં શૅરોમાં કમાવાની તક મળશે!

આગામી અઠવાડિયું શૅરબજાર માટે કેવું રહેશે, ક્યાં શૅરોમાં કમાવાની તક મળશે!

વર્ષ 2017 જેટલી તેજી નથી જોવા મળી એટલી અત્યારે જોવા નહિ મળે.

ઇનોક વેન્ચર્સના એમડી અને સીઇઓ વિજય ચોપરાનું કહેવું છે કે જીડીપી અંદાજના આંકડાથી બજારમાં થોડું દબાણ જરૂર રહેશે, જોકે બજારમાં બહુ ઘટાડાનો અવકાશ નથી. નિફ્ટીમાં 50 પૉઇન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે. બજારની નજર કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો અને મેનેજમેન્ટનાં નિવેદન પર રહેશે.

વિજય ચોપરાના જણાવ્યા અનુસાર, સરકાર અંદાજપત્રમાં કોઈ તક છોડવા માગતી નથી, જેથી આર્થિક મોરચે તેની ટીકા થાય, આમાં અર્થતંત્રને લઈને વધુ સુધારાની આશા પણ છે. આ રીતે આગામી દિવસોમાં અર્થતંત્રને સ્થિરતા આપવા અપેક્ષા રખાય છે.અર્થતંત્રમાં સ્થિરતા આવવાથી બજારને પણ ટેકો મળશે

વિજય ચોપરા માને છે કે ઇન્ડેક્સના સ્તરે વધુ પુનઃતેજી કદાય બહુ જોવા ન મળે, પરંતુ પસંદગીના શેરોમાં ચાલ મજબૂત થવાની આશા છે. આગામી દિવસોમાં નિફ્ટી 10700-10800 સુધીના સ્તર સુધી આવી શકે છે. બેન્ક નિફ્ટી 26500 સુધી પહોંચી શકે છે. આગામી કેટલાંક સપ્તાહોમાં બજેટ આધારિત સેક્ટરમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

વિજય ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી બેન્કોમાં એસબીઆઇ, પીએનબી, કેનરા બેન્ક અને બેન્ક ઓફ બરોડા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ જેવી કે ઇક્વિટાસ, ડીસીબી બેંક અને યસ બેન્કમાં તેજી જોવા મળી શકે છે.

વિજય ચોપરાએ વેલ્યુ પિક તરીકે જેવીએલ એગ્રોને પસંદ કરી છે. તેઓ કહે છે કે કૃષિ સંબંધિત કંપનીઓના શેરમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, તેથી જેવીએલ એગ્રોને પણ ચોક્કસપણે તેનો લાભ મળશે. જેવીએલ એગ્રોએ નવી બ્રાન્ડ્સની શરૂઆત પણ કરી છે. કંપનીએ બાસમતી સિવાય અનેક સેગમેન્ટ્સમાં નવી બ્રાન્ડ્સ લોન્ચ કરી છે. કંપનીએ દાળ સેગમેન્ટ્સમાં પણ નવી બ્રાન્ડ લોંચ
કરી છે. કંપનીના દેશભરમાં 8,000 મોટા ડીલર્સ છે, જેનો ફાયદો જેવીએલ એગ્રોને ચોક્કસપણે થશે.

વિજય ચોપરાનું માનવું છે કે હાલના સ્તરે જેવીએલ એગ્રોમાં રોકાણ કરવાની સારી તક છે. આગામી 8-12 મહિનામાં જેવીએલ એગ્રોના શેરનો ભાવ રૂ.50 જોવા મળશે. હાલમાં જેવીએલ. એગ્રોના શેરનો ભાવ આશરે રૂ.32ની આસપાસ છે.
First published:

Tags: BSE, NSE, Share marcket, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन