આવી રીતે ચેક કરો વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં!

News18 Gujarati
Updated: March 10, 2019, 8:33 PM IST
આવી રીતે ચેક કરો વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં!
આવી રીતે ચેક કરો વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં!

લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે

  • Share this:
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે દરેક વ્યક્તિ જાણવા માંગશે કે તેનું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં. કેટલાક વર્ષો પહેલા લોકોએ વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે કલાકો લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. જોકે હવે મોબાઈલ અને ઇન્ટરનેટ આવ્યા પછી તમે પોતાનું નામ થોડીક મિનિટોમાં જ જોઈ શકો છો. નામ ચેક કરવું એટલા માટે પણ જરુરી છે, કારણ કે ઘણી વખત વોટર લિસ્ટથી નામ કપાઈ જાય છે. તેના ટેકનિકલી સહિત ઘણા કારણો હોય છે.

આવા સમયે વોટરને પહેલાથી જાણકારી મળી જાય તો તે અપીલ કરી શકે છે અને લોકલ ઓથોરિટીને આ વિશે જાણ કરી શકે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે વોટર લિસ્ટમાં પોતાનું નામ કેવી રીતે જાણશો. તમે કયા સ્ટેપ્સ ફોલો કરીને વોટર લિસ્ટમાં પોતાના નામ હોવાની પૃષ્ટી કરી શકો છો.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2019ઃ 11 એપ્રિલે મતદાન અને 23 મેના રોજ પરિણામ

આ માટે તમારે http://electoralsearch.in સાઇટ લોગ ઈન કરવી પડશે. આ સાઇટ ઓપન કર્યા પછી તમને બે વિન્ડો જોવા મળશે. એકમાં લખ્યું હશે કે ‘વિવરણ દ્વારા શોધો/Search by Details'બીજામાં લખ્યું હશે ‘ઓળખપત્ર ક્ર. દ્રારા શોધો/Search by EPIC No’. તમે આ બે વિન્ડોમાંથી કોઈ એકમાં પોતાની ડિટેલ ભરીને પોતાના સ્ટેટસ વિશે જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચો - ભાજપના ગઢ ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં થશે મતદાન, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ

‘વિવરણ દ્વારા શોધો/Search by Details'માં જઈને તમારે પોતાનું નામ, જન્મ તારીખ, રાજ્યનું નામ, જેન્ડર, જિલ્લાનું નામ, વિધાનસભા ક્ષેત્રનું નામ અને કેપ્ચા કોડ નાખવો પડશે. આટલી માહિતી નાખ્યા પછી તમારી બધી ડિટેલ આવી જશે. જો કોઈ કારણોસર અહીં ડીટેલ ના મળે તો બીજી વિન્ડો ‘ઓળખપત્ર ક્ર. દ્રારા શોધો/Search by EPIC No’ દ્રારા પોતાનું સ્ટેટસ જાણી શકો છો.આ ઘણું આસાન છે. તમારે પોતાનું નામ, રાજ્યનું નામ નાખવાનું છે. આ પછી બધી ડિટેલ તમારી સામે આવી જશે. જેમાં તમારું નામ, વોટર આઈડીના નામ સાથે પોલિંગ સ્ટેશનનું નામ પણ હશે. તમે પણ તમારું નામ વોટર લિસ્ટમાં આવી રીતે ચેક કરી શકો છો.
First published: March 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading