Home /News /india /

‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...’, જાણો કેવી લેવાય છે શપથ

‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...’, જાણો કેવી લેવાય છે શપથ

દેશના પ્રધાનમંત્રીના રુપમાં નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા

દેશના પ્રધાનમંત્રીના રુપમાં નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા

  લોકસભા ચૂંટણી 2019માં જંગી બહુમતથી કેન્દ્ર સરકાર બનાવવા જઈ રહેલી ભારતીય જનતા પાર્ટી અને એનડીએમાં સામેલ દળોના કેટલાક સભ્યો મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. દેશના પ્રધાનમંત્રીના રુપમાં નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 8 હજાર વિશિષ્ઠ મહેમાનોની હાજરી છે.

  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી અને તેમના મંત્રિમંડળને શપથ અપાવ્યા હતા. આ શપથના બે પ્રારુપ હોય છે. એક પદ ગ્રહણ કરવા માટે શપથની પ્રારુપ છે તો બીજુ પદની ગોપનીયતા માટે. ભારતના સંવિધાનની ત્રીજી અનૂસુચીમાં આ શપથ પ્રારુપ નોંધાયેલ છે. જેને વાંચીને કેન્દ્રીય મંત્રી પદ ગ્રહણ કરે છે.

  આ પણ વાંચો - મોદી મંત્રીમંડળમાં નહીં જોડાય JDU! નીતિશ કુમારે કરી જાહેરાત

  પદ ગ્રહણ કરવા માટે લેવામાં આવે છે શપથ
  હું (અમુક) ઇશ્વરની શપથ લઉ છું/સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું કે હું વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું ભારતની પ્રભુતા અને અખંડતા અક્ષુણ્ણ રાખીશ, હું સંઘના પ્રધાનમંત્રી/મંત્રી ના રુપમાં પોતાના કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ અંતઃકરણથી નિર્વહન કરીશ થતા હું ભય કે પક્ષપાત, અનુરાગ કે દ્વેષ વગર બધા પ્રકારના લોકો પ્રત્યે સંવિધાન અને વિધિ પ્રમાણે ન્યાય કરીશ.

  ગોપનીયતા માટે લેવામાં આવે છે શપથ
  હું (અમુક) ઇશ્વરની શપથ લઉ છું/સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું કે જે વિષય સંઘના મંત્રીના રુપમાં મારા વિચાર લાવવામાં આવશે અથવા મને જાણ હશે તેને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ, એવા મંત્રીના રુપમાં પોતાના કર્તવ્યોના સમ્યક્ નિર્વહન માટે આવું કરવું અપેક્ષિત હોય, હું પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રુપથી સંસુચિત તે પ્રગટ કરીશ નહીં.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Narendra modi cabinet, Narendra modi minister, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन