અરુણ જેટલીનો રાહુલ પર કટાક્ષ, બોલ્યા- ડૂબતા રાજવંશને બચાવવા હજુ કેટલા જુઠ બોલશો?

News18 Gujarati
Updated: February 13, 2019, 7:42 AM IST
અરુણ જેટલીનો રાહુલ પર કટાક્ષ, બોલ્યા- ડૂબતા રાજવંશને બચાવવા હજુ કેટલા જુઠ બોલશો?
અરુણ જેટલીનો રાહુલ પર કટાક્ષ, બોલ્યા- ડુબતા રાજવંશને બચાવવા હજુ કેટલા જુઠ?

કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરતા અરુણ જેટલીએ કહ્યું - દુખની વાત છે કે ભારતની સૌથી જુની પાર્ટી એક વંશના જાળમાં ફસાઈ ગઈ છે

  • Share this:
ફ્રાન્સ સાથે થયેલા રાફેલ ફાઇટર જેટ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇ-મેલનો હવાલો આપતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે આરોપ લગાવ્યો છે કે ડીલમાં પીએમએ એક બિઝનેસમેનના વચેટીયાની ભૂમિકા ભજવી છે. રાહુલના આ આરોપો પછી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વળતો પ્રહાર કર્યો છે.

જેટલીએ ફેસબુક પર એક બ્લોગ લખીને રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે આખરે એક ડુબતા રાજવંશને બચાવવા માટે કેટલા જુઠ બોલવા પડશે? દુનિયાભરમાં મોટાભાગના લોકતંત્રમાં જે લોકો જુઠના સહારે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, અંતે તે પોતે સામાજિક જીવનમાંથી ગાયબ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે તેમાં કોઈ બે મત નથી કે આપણા બદલતા સામાજિક-આર્થિક પરિવેશમાં ભારત પણ આમ જ કરશે.

અરુણ જેટલીએ કહ્યું હતું કે આધુનિક દુનિયામાં જેટલા પણ રાજનીતિક વંશ છે, તેમની કેટલીક સીમાઓ છે. આકાંક્ષી સમાજ હવે આ રીતની વ્યવસ્થાને પસંદ કરતો નથી. આજે લોકો જવાબદેહી અને પર્ફોમન્સ ઉપર વિશ્વાસ રાખે છે.

આ પણ વાંચો - લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ, તેમને ઇન્ટરપોલનો ઇ-મેલ કેવી રીતે મળ્યો : રવિશંકર પ્રસાદ

તેમણે કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે દુખની વાત છે કે ભારતની સૌથી જુની પાર્ટી એક વંશના જાળમાં ફસાઈ ગઈ છે. તેમના નેતામાં એટલી પણ હિંમત નથી કે તે વંશને સાચા-ખોટા વિશે કહી શકે. આ પરંપરાની શરુઆત 1970માં થઈ હતી. નેતાઓની નોકરવાળી માનસિકતાએ તેમને એ વાતે રાજી કરી લીધા છે કે તેમને ફક્ત એક જ પરિવારના ગુણ ગાવાના છે. જ્યારે આ વંશ જુઠ બોલ તો બાકી નેતા પણ તેમની સાથે તેમ જ કરવા લાગે છે.
કેન્દ્રીય મંત્રી જેટલીએ સવાલ કર્યો હતો કે નવું જુઠ રાફેલ સંબંધમાં રજુ કરેલ સીએજી રિપોર્ટને લઈને ફેલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સીએજી 2014-15માં આર્થિક મામલાના સચિવ હતા. તે સમયે સૌથી સીનિયર અધિકારી હોવાના કારણે તે વિત્ત સચિવ પણ હતા. રાફેલ સંબંધિત કોઈપણ ફાઈલ તે સમયે તેમની પાસે પહોંચી ન હતી. કેટલાક વંશવાદી લોકો અને તેમના સાથીઓ સીએજી પર હુમલો કરતા રહેલા સુપ્રીમ કોર્ટ ઉપર પણ ટિપ્પણી કરી હતી.

જેટલીએ અંતમાં લખ્યું છે કે આખરે એક ડુબતા વંશને બચાવવા માટે કેટલા જુઠ બોલવા પડશે. ભારત નિશ્ચિત રુપથી તેના કરતા સારાને હકદાર છે.

 
First published: February 12, 2019
વધુ વાંચો
अगली ख़बर