Home /News /india /એવી કઇ રાજકીય મજબૂરીઓ છે જે સોનિયા ગાંધીને રાજકારણમાં સક્રિય રાખશે?

એવી કઇ રાજકીય મજબૂરીઓ છે જે સોનિયા ગાંધીને રાજકારણમાં સક્રિય રાખશે?

સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

સોનિયા ગાંધી માટે કોંગ્રેસ એટલે રાજીવ ગાંધી અને જે દેશમાં તે વસે છે તેના પ્રેમને જીવંત રાખવા માટેનો હેતુ છે.

રશીદ કિડવાય

લોકસભાની 2019ની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરની ઉમેદવારીની અટકળોનો અંત લાવતા પ્રિયંકા ગાંધી વાડરાએ જણાવ્યું હતું કે તેમનાં માતા સોનિયા ગાંધી 2019માં રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી લડશે. જોકે આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. ચર્ચાઓ હતી કે સોનિયા ગાંધી કોંગ્રેસનાં નેતાઓને 2019ની ચૂંટણી માટે મોટીવેટ કરશે ચૂંટણીનાં મેદાનમાં નહીં ઉતરે.

ચૂંટણી લડવાનાં નિર્ણયને કારણે લાગી રહ્યું છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાની જ વિરુદ્ધ ગયા છે. સોનિયા જ્યારે 70 વર્ષનાં થયા એટલે 2016માં જ તેમણે રાજકારણમાંથી નિવૃત્તી લેવાનો વિચાર પાર્ટી સમક્ષ મુક્યો હતો. જ્યાં સુધી રાહુલ ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ ન બની જાય ત્યાં સુધી પાર્ટી આ સોનિયા ગાંધીનાં આ વિચારને અપનાવતી ન હતી કોઇને કોઇ કારણે પાછળ ઠેલતી હતી. છેલ્લા એક વર્ષથી સોનિયા ગાંધી કોંગ્રેસનાં નેતાઓને મોટાભાગે મળવાનું ટાળી રહ્યાં છે. કોઇપણ નેતાઓને તેઓ કહે છે કે રાહુલનો સંપર્ક કરો. પરંતુ સર્જીકલ સ્ટ્રાઇક પછી રાજનૈતિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે જેના કારણે સોનિયા ફરીથી રાજકારણમાં આવવા માટે અને પોતાનાં નિવૃત્તીનાં પ્લાનને તોડવા માટે મજબૂર થયા છે.

સોનિયા ગાંધીની 'વિદેશી વહુ'નાં ટેગથી અત્યારે નોન-એનડીએ દળો સુધી પહોંચવાની સફર છે. તેમણે રાજનીતિમાંથી શીખી લીધુ છે કે ગઠબંધન એ જ ભવિષ્ય છે. જ્યારે મેં સોનિયા ગાંધીની આત્મકથા ‘Sonia — A Biography’ લખી હતી ત્યારે તેમાં એક કિસ્સો હતો. જેમાં ઘણાં વર્ષો પહેલા સોનિયા અને મુલાયમ સિંઘ યાદવ બંન્ને સોમનાથ ચેટર્જીનાં ઘરે રાતે જમવા ભેગા થયા હતાં. જ્યાં જમવામાં હિલસા (કાંટાવાળી માછલી) હતી. ત્યારે મુલાયમસિંગે કહ્યું હતું, 'મેડમ, ધ્યાન રાખજો. હિલસા છે. કાંટો વાગી જશે.' ત્યારે સોનિયા ગાંધીએ તરત જ જવાબ આપ્યો હતો. 'હું જાણું છું કાંટા સાથે કઇ રીતે ડીલ કરવી.'

સોનિયા ગાંધીને નજીકથી ઓળખતા લોકો જણાવે છે કે તેમનાં જીવન પર પરિસ્થિતિઓનાં આધારે વધારે રહ્યું છે. રાજીવ ગાંધી જ્યારે પોલિટિક્સમાં જવાનું કહ્યું ત્યારે પણ સોનિયાને આ વાત ગમી ન હતી. રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ તેમને રાજકારણમાં આવવું ન હતું. પરંતુ પરિસ્થિતિનાં આધારે તેમણે રાજનીતિમાં આવવું પડ્યું. રાજીવ ગાંધી પછી કોંગ્રેસની વર્કિંગ કમિટિ મળી ત્યારે સોનિયાએ રાજનીતિમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારે ત્યાં પ્રણવ મુખર્જી પણ હતાં.

આ પછી દિગ્વિજય સિંહ, એહમદ પટેલ, અશોક ગેહલોત, વ્યાલર રવિ અને કમલ નાથ સોનિયા ગાંધીને મળવા ગયા હતાં. ત્યારે તેમણે અપીલ કરી હતી કે, 'તમે તમારી આંખ સામે કોંગ્રેસને પડતી કઇ રીતે જોઇ શકશો?' નહેરૂ- ગાંધીનાં વારસાને કારણે જ સોનિયા ગાંધીએ રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું હતું. તેમણે કોંગ્રેસને એક જુદી જ નજરથી જોઇ હતી. તેમના માટે કોંગ્રેસ એટલે રાજીવ ગાંધી અને જે દેશમાં તે વસે છે તેના પ્રેમને જીવંત રાખવા માટેનો હેતુ.

એઆઈસીસીના હેડકવાર્ટરમાં રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષનું સુકાન સંભાળ્યું ત્યારે પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું હતું કે 2019માં રાયબરેલી અંગે કોઈ સવાલ નથી તેમના માતા સોનિયા ગાંધી ચૂંટણી લડશે. પ્રિયંકાએ તેમની માતાના અધ્યક્ષપદે 19 વર્ષ જેટલા લાંબા કાર્યકાળનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ઘણી મુશ્કેલીઓનો તેમણે સામનો કર્યો હતો તે એક બહાદુર મહિલા છે.
First published:

Tags: Priyanka vadra, Rajiv gandhi, Retirement, Sonia Gandhi, ઇન્દિરા ગાંધી, કોંગ્રેસ, રાહુલ ગાંધી

विज्ञापन