0થી 10 : UPમાં અખિલેશ યાદવે માયાવતીને આપી દીધી સંજીવની!

News18 Gujarati
Updated: May 24, 2019, 12:08 PM IST
0થી 10 : UPમાં અખિલેશ યાદવે માયાવતીને આપી દીધી સંજીવની!
લોકસભાની ચૂંટણી પરિણામોમાં એસપી અને બીએસપીનું ગઠબંધન ફ્લોપ રહ્યું છે.

લોકસભાની ચૂંટણી પરિણામોમાં એસપી અને બીએસપીનું ગઠબંધન ફ્લોપ રહ્યું છે. આ ગઠબંધનને આશા પ્રમાણે બેઠકો મળી નથી.

  • Share this:
(કાઝી ફરાઝ અહેમદ )

લોકસભાની ચૂંટણી પરિણામોમાં એસપી અને બીએસપીનું ગઠબંધન ફ્લોપ રહ્યું છે. આ ગઠબંધનને આશા પ્રમાણે બેઠકો મળી નથી. પરંતુ આ ગઠબંધનનો સૌથી વધારે ફાયદો માયાવતીની પાર્ટીને થયો છે. માયાવતીની પાર્ટીનો વર્ષ 2014ની ચૂંટણીમાં સફાયો થઇ ગયો હતો. પરંતુ આ વખતે તેની પાસે 10 બેઠકો આવી છે. આરએલડીનાં નેતા જયંત ચૌધરીએ એકવાર અખિલેશ યાદવને ગઠબંધનનો ધુરંધર કહ્યો હતો. પરંતુ માયાવતી સાથે હાથ મેળવ્યાં પછી અખિલેશ યાદવની પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એવી બની કે સમાજવાદી પાર્ટી કનૌજની પોતાની પારિવારિક બેઠક પણ બચાવી શકી નથી. આ બેઠકને યાદવ પરિવારનો ગઢ માનવામાં આવતી હતી.

વર્ષ 2014ની મોદી લહેરમાં સમાજવાદી પાર્ટી માત્ર 5 બેઠકો જ બચાવી શકી હતી. તેમાં પણ અખિલેશ, મુલાયમ સિંહ યાદવ, ડિમ્પલ યાદવ, તેમનો પિતરાઇ ભાઇ ઘર્મેન્દ્ર યાદવ, ભત્રીજો તેજ પ્રતાપ યાદવ અને તેમના ભાઇ અક્ષય યાદવની બેઠક હતી. જ્યારે માયાવતીની પાર્ટીને કોઇ બેઠક મળી ન હતી.

રાજનીતિનાં તજજ્ઞ બીએસપીને ફરીથી પાટા પર લાવવાનો શ્રેય અખિલેશને આપવામાં આવે છે. ન્યૂઝ 18 સાથે વાત કરતા રાજનૈતિક વિશ્લેશક પરવેઝ એહમદે કહ્યું કે, 'અખિલેશનું નામ ઇતિહાસમાં નોંધાશે. તેમણ ફરીથી બીએસપીને શ્વાસ આપ્યાં છે. જો તમે પરિણામોને ધ્યાનથી જોશો તો જે બેઠકમાં દલિત અને મુસલમાન વધારે હતા ત્યાં ગઠબંધનને જીત મળી. પરંતુ જ્યાં યાદવની સંખ્યા વધારે હતી ત્યાં ગઠબંધનની હાર મળી છે. એટલે યાદવોએ પોતાની પાર્ટીને જ વોટ આપ્યાં નથી.'

લોકોને એવું લાગી રહ્યું હતું કે ચૂંટમી દરમિયાન બીજેપીની લહેરને એસપી-બીએસપી સાથે મળીને રોકી શકે છે. પરંતુ આવું ન બન્યું. આ પહેલા પણ વર્ષ 1993માં પણ બીએસપી અને એસપીએ હાથ મેળવ્યો હતો.

આખરે ગોરખપુર અને કૈરાનામાં થયેલી પેટાચૂંટણીમાં જીત બાદ બંન્ને પાર્ટીઓએ લોકસભા 2019 માટે ફરીથી હાથ મેળવ્યાં. યુપીની રાજનીતિમાં જાણે તોફાન આવી ગયું. લોકોને લાગ્યું કે આ વખતે મોદીની લહેર પુરી થઇ જશે. પરંતુ પરિણામો તમારી સામે છે.
Published by: Kaushal Pancholi
First published: May 24, 2019, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading