અમિત શાહે કહ્યું - રાફેલના નિર્ણયથી સાબિત થયું, સંસદમાં કરેલ હંગામો બનાવટ હતી

News18 Gujarati
Updated: November 14, 2019, 6:55 PM IST
અમિત શાહે કહ્યું - રાફેલના નિર્ણયથી સાબિત થયું, સંસદમાં કરેલ હંગામો બનાવટ હતી
અમિત શાહે કહ્યું - રાફેલના નિર્ણયથી સાબિત થયું, સંસદમાં કરેલ હંગામો બનાવટ હતી

ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો

  • Share this:
નવી દિલ્હી : ફ્રાન્સની રક્ષા કંપની દસૉ સાથે રાફેલ વિમાન સોદા મામલામાં (Rafale Deal) પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી રાહત મળ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)કૉંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મુદ્દા ઉપર સંસદમાં ફક્ત દેખાડવા માટે હંગામો કરવામાં આવ્યો હતો. આ મામલે બર્બાદ કરેલા સંસદના સમયને જનહિતના મુદ્દા પર ચર્ચા કરીને શાનદાર રીતે ઉપયોગ કરી શકાતો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય એ લોકો માટે જોરદાર જવાબ છે, જે આધારહીન અને દ્વેષપૂર્ણ પ્રચારમાં લાગ્યા હતા.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈની (CJI Ranjan Gogoi) અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે રાફેલ મામલામાં દાખલ કરેલી બધી પુર્નવિચાર અરજીઓ (Review Petitions) ફગાવી દીધી છે. કોર્ટે રાફેલ લડાકુ વિમાનના સોદાને યોગ્ય માનતા 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે.
આ પણ વાંચો - ચુકાદાનો દિવસ : રાફેલમાં સરકારને રાહત, સબરીમાલા કેસ લાર્જર બેંચને સોંપાયો, રાહુલની માફી મંજૂર

આ પહેલા બીજેપી (BJP) નેતા રવિશંકર પ્રસાદે (Ravi shankar Prasad) કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યુ કે, રાફેલ ડીલ પર કૉંગ્રેસે જૂઠાણું ફેલાવ્યું છે. રાહુલ ગાંધીને દેશની માફી માંગવી જોઈએ. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યુ કે, જેમના હાથ સમગ્રપણે ભ્રષ્ટાચાર (Corruption)થી રંગાયેલા છે, દેશની સુરક્ષા સાથે જેઓએ ચેડા કર્યા છે તેઓ પોતાના પ્રાયોજિત રાજકીય કાર્યક્રમને કોર્ટમાં ન્યાયની પુકાર તરીકે પ્રસ્તુત કરી રહ્યા હતા. તેઓએ કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે રાફેલ મામલા પર પૂરી પ્રક્રિયાને તપાસી અને તેને યોગ્ય ગણાવી. કિંમતની પ્રક્રિયાને પણ તપાસી અને યોગ્ય ગણાવી. સુપ્રીમ કોર્ટે ઑફસેટની પ્રક્રિયાને પણ યોગ્ય ઠેરવી છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, જ્યારે તેઓ (કૉંગ્રેસ) સુપ્રીમ કોર્ટથી હારી ગયા તો તેઓએ તેને લોકસભા ચૂંટણીમાં પોતાનો મુદ્દો બનાવ્યો. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે અમારા લોકપ્રિય અને ઈમાનદાર નેતાને ચોર કહ્યા છે. તેઓએ કહ્યુ કે, કૉંગ્રેસ જૂઠું બોલી છે. અમારા ઈમાનદાર વડાપ્રધાનની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. ભારતની વિદેશમાં શાખ ઘટાડવાનો પ્રયાસ કર્યો.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે, તેથી આજે રાહુલ ગાંધીને દેશની માફી માંગવાની જરૂર છે કારણ કે સુપ્રીમ કોર્ટે આજે માનહાનિ પર માફી માંગતા તમને છોડ્યા છે. કોર્ટે તો માફી માંગતા તમને છોડી દીધા પરંતુ શું દેશની જનતાની આંખો મેળવવા માટે તમે માફી માંગશો?
First published: November 14, 2019, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading