ઘર ખરીદનારાઓને હવે વધુ વ્યાજ-સબસિડીનો લાભ મળશે

News18 Gujarati
Updated: June 13, 2018, 5:08 PM IST
ઘર ખરીદનારાઓને હવે વધુ વ્યાજ-સબસિડીનો લાભ મળશે
News18 Gujarati
Updated: June 13, 2018, 5:08 PM IST
કેન્દ્ર સરકારે ઘર ખરીદનારાઓને ફરી રાહત આપી છે. હવે રૂ. 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને 2,153 ચોરસફૂટ સુધીના કાર્પેટ એરિયાના ફ્લેટ અથવા મકાન પર રૂ.2.3 લાખ સુધીની વ્યાજ-સબસિડીનો લાભ મળશે.

એક ઇંગ્લિશ ન્યૂઝ પેપરના જણાવ્યા અનુસાર, હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલયે મંગળવારે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ, મધ્યમ આવક ધરાવતા લોકો માટે વ્યાજ-સબસિડી યોજના માટે કાર્પેટ એરિયાની જરૂરિયાતને વધારીને 200 ચોરસમીટર (2,153 ચોરસફૂટ) સુધી વધારી છે.

સરકારનું ધ્યેય આ યોજનાનો લાભ નાના શહેરોમાં લોકો સુધી પહોંચાડવાનું છે, જ્યાં ઘરોની કિંમત ઓછી છે. નોંધપાત્ર બાબત એ છે કે PMAY હેઠળ જે લોકો પ્રથમ વખત ઘર ખરીદે છે તેમને ત્રણ વર્ગોમાં વ્યાજ-સબસિડીને લાભ આપવામાં આવે છે. PM મોદીએ 31 ડિસેમ્બર, 2016 ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ની જાહેરાત કરી હતી.

CLSS હેઠળ, ઇડબ્લ્યુએસ અને એલઆઇજી વર્ગોના લાભાર્થીઓને 20 વર્ષ માટે લોન પર 6.5 ટકાની સબસિડી મળે છે, પરંતુ આ સબસિડીનો લાભ ફક્ત રૂ.6 લાખ સુધીનો જ છે.

CLSS હેઠળ, વાર્ષિક રૂ.6થી 12 લાખની આવકની આવક ધરાવતા લોકો એમઆઇજી-1 શ્રેણી અને રૂ. 12થી 18 લાખ સુધીના આવક ધરાવતા લોકોનો એમઆઇજી-2 સેગમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમઆઇજી-1 હેઠળ ઘર ખરીદનારાઓને લોનની રૂ.9 લાખની રકમ પર 4 ટકા વ્યાજ-સબસિડી અને એમઆઇજી-2 ઘર ખરીદનારાઓને લોનની રૂ.12 લાખની રકમ પર 3 ટકાની વ્યાજ-સબસિડી મળશે.

પ્રથમ એમઆઇજી વર્ગમાં, લોન-સબસિડી 120 ચો.મી. અને 150 ચો.મી. સુધીના મકાનો પર ઉપલબ્ધ હતી, જે હવે વધીને 160 ચો.મી. અને 200 ચોરસમીટર સુધી કરવામાં આવી છે. નાના શહેરોના બિલ્ડર્સના હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણના પ્રધાન હરદીપ પુરીએ આની માગણી કરી હતી.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर