Home /News /india /

હત્યા કેસમાં રામપાલને રૂ. એક લાખનો દંડ અને અંતિમ શ્વાસ સુધી જેલની સજા

હત્યા કેસમાં રામપાલને રૂ. એક લાખનો દંડ અને અંતિમ શ્વાસ સુધી જેલની સજા

રામપાલને મળી તેના દોષની સજા

રામપાલને 'મરતા દમ સુધી જેલ'ની સજા. અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે

    હિસાર: બહુચર્ચિત સતલોક આશ્રમ મામલે મંગળવારે હિસારની વિશેષ કોર્ટમાં રામપાલની સજાની જાહેરાત થઇ. રામપાલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે સંભળાવતા કહ્યું કે, રામપાલને 'મરતા દમ સુધી જેલ'ની સજા. અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રામપાલ પર 4 મહિલાઓ અને એક બાળકીની હત્યાનો આોપ હતો. જેમાં 11 ઓક્ટોબરનાં રોજ તેની દોષીત કરાર કરવામાં આવ્યો હતો.

    શું હતો આખો મામલો?
    સતલોક આશ્રમનાં સંચાલક રામપાલ વિરુદ્ધ ચાર મહિલાઓ અને એક બાળકની હત્યા મામલે આજે મંગળવારે સજા સંભળાવવામાં આવશે. તો બીજી તરફ દીકરા વિરેન્દ્ર સહિત 15 દોષિતોને પણ સજા સંભળાવવામાં આવશે. તો રામપાલને સજાની જાહેરાત અંગે સરકાર હાલથી જ કડક વલણ અપનાવ્યું છે અને હિસારમાં ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ ત્રીસ મેજિસ્ટ્રેટ નિયુક્ત કરવામાં આવ્યા છે.

    હિસારમાં કડક સુરક્ષા
    હિસારમાં DIG અને IG સહિત 6 IPS અધિકારીઓ અને દસ DSP ટીમ નિયુક્ત કરવામાં આવી છે. તો બીજા જીલ્લાઓમાં ફોર્સ બોલાવીને 15000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર પોલીસે સુરક્ષાનાં કડક ઇંતજામ કર્યા છે તો સુરક્ષાની દ્રષ્ટિએ કલમ 144 પણ લાગૂ રહેશે. તો એક મહિલાની હત્યાનાં કેસ (કેસ નંબર-430) માં રામપાલ સહિત 14 દોષિતોને 17 ઓક્ટોબરનાં રોજ સજા સંભળાવવામાં આવશે.

    આપને જણાવી દઇએ કે, નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં પોલીસ અને રામપાલ સમર્થકોની વચ્ચે ટકરાવ થયા હતાં. આ દરમિયાન 5 મહિલાઓ અને એક બાળકનું નિધન થઇ ગયુ છે. તે બાદ આશ્રમ સંચાલક રામપાલ પર હત્યાનાં બે કેસ દાખલ કરવામાં આવ્યા છે

    કેસ નંબર-429 (4 મહિલા અને એક બાળકનું મોત) મામલે રામપાલ સહિત કુલ 15 આરોપી હતા, કેસ નંબર 430 (એક મહિલાનાં મોત) મામલે રામપાલ સહિત 13 આરોપી હતા જેમાં 6 લોકો બે મામલામાં આરોપી હતા
    Published by:Margi Pandya
    First published:

    Tags: Convicted, Hisar

    આગામી સમાચાર