રાજનાથસિંહની પાક.ને ચેતવણી, અમે તમને શાંતિથી મરવા પણ નહીં દઈએ

News18 Gujarati
Updated: September 28, 2019, 7:19 AM IST
રાજનાથસિંહની પાક.ને ચેતવણી, અમે તમને શાંતિથી મરવા પણ નહીં દઈએ
રાજનાથ સિંહની પાક.ને ચેતવણી, અમે તમને શાંતિથી મરવા પણ નહીં દઈએ

રક્ષા મંત્રીએ કહ્યું- જે દેશ પોતાના સૈનિકોની કુર્બાનીને યાદ કરતો નથી તેને દુનિયામાં ક્યાંય આદર મળતો નથી

  • Share this:
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajanth singh)શુક્રવારે કહ્યું હતું કે પાડોશી દેશના આતંકવાદીઓ દ્વારા ભારત (India)ના દરીયા કિનારાના રસ્તા અને તટોનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે કરવાથી ઇન્કાર કરી શકાય નહીં. જોકે આપણે તટીય અને સમુદ્રી રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. રાજનાથ સિંહ કેરળના (kerala)ના કોલ્લમમાં (kollam)માતા અમૃતાનંદમયી દેવીના 66માં જન્મ દિવસ (Mata Amritanandamayi Devi)ના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે એ વાતથી ઇન્કાર કરી શકતા નથી કે આપણા પાડોશી દેશ આપણા તટો ઉપર મોટા હુમલા કરી શકે છે જે કચ્છથી કેરળ સુધી ફેલાયેલ છે. એક રક્ષા મંત્રી તરીકે હું એ આશ્વત કરવા માંગું છું કે આપણા દેશની સમુદ્રી રક્ષા પુરી રીતે મજબુત છે.

આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું - અમારા દેશે દુનિયાને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા

રાજનાથ સિંહે પુલવામાં હુમલાના સંબંધમાં કહ્યું હતું કે આપણા દેશનો કોઈપણ નાગરિક આપણા સૈનિકા દ્વારા આપવામાં આવેલી કુર્બાનીને ભૂલી શકે નહીં. તમે જાણો છો કે પુલવામાં હુમલા પછી થોડાક દિવસો પછી આપણી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં હુમલો કર્યો હતો. આપણે કોઈને પરેશાન કરતા નથી પણ જો કોઈ આપણને પરેશાન કરે તો અમે તેમને શાંતિથી મરવા પણ દઈશું નહીં.

રક્ષા મંત્રીએ કહ્યું હતું કે જે દેશ પોતાના સૈનિકોની કુર્બાનીને યાદ કરતો નથી તેને દુનિયામાં ક્યાંય આદર મળતો નથી. આપણે એ ના ભુલવું જોઈએ કે જે સૈનિકોએ દેશ માટે કુર્બાની આપી છે ,તેમના પણ માતા-પિતા છે. આપણે તેની સાથે ઉભા છીએ અને સૈનિકોના પરિવાર દ્વારા આપવામાં આવેલી કુર્બાનીનું સન્માન કરીએ છીએ.
First published: September 27, 2019, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading