રામ મંદિર પર કાયદો બનાવે કેન્દ્ર સરકાર, ચુકાદા માટે હિન્દુઓ રાહ ન જોઈ શકેઃ વીએચપી

News18 Gujarati
Updated: October 29, 2018, 3:20 PM IST
રામ મંદિર પર કાયદો બનાવે કેન્દ્ર સરકાર, ચુકાદા માટે હિન્દુઓ રાહ ન જોઈ શકેઃ વીએચપી
ન્યૂઝ18 ક્રિએટિવ

"જન્મસ્થળ પર મંદિર બનાવવા માટે જમીન મળવી જોઈએ. મંદિર બનવાથી સદભાવના અને એકતાનું વાતાવરણ બનશે."

  • Share this:
લખનઉઃ રામ મંદિર વિવાદ પર આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની જ લાઇન પકડતા હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ કેન્દ્ર સરકાર પાસે કાયદો બનાવવાની માંગણી કરી છે. વીએચપીના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ કંઈ નથી કરી શકતી તો કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ. હિન્દુઓ અંતકાળ સુધી સુપ્રીમના ચુકાદાની રાહ ન જોઈ શકે. નોંધનીય છે કે અયોધ્યા રામ માંદિર-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.

મુંબઈ ખાતે ત્રણ દિવસ ચાલનારા આરએસએસના અખિલ ભારતીય કાર્યકારી મંડળને સંબોધન કરતા અરુણ કુમારે કહ્યુ કે, "રામ જન્મભૂમિ પર એક તાત્કાલિક એક ભવ્ય મંદિર બનવું જોઈએ. જન્મસ્થળ પર મંદિર બનાવવા માટે જમીન મળવી જોઈએ. મંદિર બનવાથી સદભાવના અને એકતાનું વાતાવરણ બનશે."

અયોધ્યાના મુદ્દે જાન્યુઆરી સુધી સુનાવણી સ્થગિત

અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ મુદ્દે સુનાવણીની તારીખ સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2019માં નક્કી કરી છે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ ત્રણ ન્યાયાધીશોની પીઠ આ મુદ્દા સાથે જોડાયેલી અરજીઓની સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામમંદિર મુદ્દે હિંદુઓ ધીરજ ગુમાવી રહ્યા છે: ભાજપનાં નેતા બોલ્યા

જોકે, કોર્ટ સુનાવણીની તારીખ જાન્યુઆરીમાં નક્કી કરશે. આપને જણાવી દઈએ કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની જમીનને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના 2010ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓ પર ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા(સીજેઆઈ) રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે.એમ.જોસેફની બેંચ સુનાવણી કરશે.આ પણ વાંચોઃ કટ્ટરપંથી મુલ્લાઓ અને કોંગ્રેસનાં કારણે રામમંદિરનો મુદ્દો કોર્ટમાં: શિયા વક્ફ બોર્ડ

આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ, સીજેઆઇ દીપક મિશ્રાની આગેવાની હેઠળની પેનલે 1994માં તેના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે મોટી બેંચ મોકલવાની ના પાડી હતી. 1994 ના ચુકાદામાં એવું કહેવામાં આવ્યું હતું કે "મસ્જિદ ઇસ્લામનો અનિવાર્ય અંગ નથી." આ મુદ્દો અયોધ્યા જમીન વિવાદની સુનાવણી દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો

નોંધપાત્ર રીતે, બાબરી મસ્જિદ-રામ મંદિર કેસમાં પ્રથમ ચુકાદો 1949માં આવ્યો હતો. પરંતુ આ કેસમાં અત્યાર સુધી માત્ર બે નિર્ણયો લેવાયા છે. અયોધ્યાના બાબરી મસ્જિદ- રામ જન્મભૂમિની પ્રથમ વિવાદ 1822માં ફૈઝાબાદ કોર્ટના કાગળોમાં નોંધાયેલો છે.
First published: October 29, 2018
વધુ વાંચો
अगली ख़बर