ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) શનિવારે હિન્દી દિવસ (Hindi Diwas)ના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે હિન્દી દેશની એકતાના ડોરને બાંધવામાં કામ કરી શકે છે. અમિત શાહે કહ્યું હતું કે એક દેશ માટે એક ભાષા હોવી ઘણી જરુરી છે, જે દુનિયામાં પોતાની ઓળખનું પ્રતિક બની જાય. શાહે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વી રાજ્ય (North-East)ના દરેક બાળકને હિન્દી શીખવાડવામાં આવશે.
હિન્દી દિવસના પ્રસંગે એક રાષ્ટ્ર, એક ભાષાની વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભારત અલગ-અલગ ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્વ છે. જોકે દેશમાં એક સામાન્ય ભાષા હોવી જરુરી છે. જે દેશની ઓળખ બને અને વિદેશી ભાષાઓને સ્થાન ન મળે. આજે કોઈ ભાષા દેશને એકજુટ રાખી શકે તો તે મોટા પ્રમાણમાં બોલાતી હિન્દી ભાષા છે.
આ પણ વાંચો - Video : સેનાએ બે પાક. સૈનિકોને ઠાર કર્યા, મૃતદેહ લેવા પહોંચ્યા પાક. સૈનિકો
તેમણે કહ્યું હતું કે આજે હિન્દી દિવસના પ્રસંગે દેશના બધા નાગરિકોને અપીલ કરું છું કે આપણે પોત-પોતાની માતૃભાષાના પ્રયોગને વધારીશું અને સાથે હિન્દી ભાષાનો પણ પ્રયોગ કરીને દેશની એક ભાષાના પૂજ્ય બાપુ અને લોહ પુરુષ સરદાર પટેલના સપનાને સાકાર કરવામાં યોગદાન આપે.
પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હિન્દી દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પીએમે ટ્વિટ કર્યું હતું કે હિન્દી દિવસ પર બધાને ઘણા-ઘણા અભિનંદન. ભાષાની સરળતા અને શાલીનતા અભિવ્યક્તિને સાર્થકતા પ્રદાન કરે છે. હિન્દીએ આ પહેલુઓને સુંદર રીતે સમાહિત કર્યું છે.