ક્લાઇમેટ ચેન્જને કારણે 'હિમાલયન વિયાગ્રાની' શોધ બની મુશ્કેલઃ સંશોધકો

યાર્સાગુમ્બા

યાર્સાગુમ્બા દુનિયાની સૌથી મોંઘી મેડિકલ ફંગસ છે. અનેક લોકો માને છે કે તેનાથી અસ્થમા, કેન્સર, નપુંસકતા જેવી બીમારીની સારવાર શક્ય છે.

 • Share this:
  વોશિંગ્ટનઃ સંશોધકોના જણાવ્યા પ્રમાણે એશિયામાં જેને 'હિમાલયન વિયાગ્રા' કહેવામાં આવે છે કે યાર્સાગુમ્બા (વૈજ્ઞાનિક નામઃ Ophiocordyceps sinensis)ક્લાઇમેટ ચેન્જને કારણે મળવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આ જડીબુટ્ટી સોના કરતા પણ મોંઘી છે. આ જડીબુટ્ટીને અનેક રોગનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. યાર્સાગુમ્બાને કેટરપીલ્લર ફંગસ અથવા કીડા-જડી પણ કહેવામાં આવે છે.

  યાર્સાગુમ્બાને શોધવા માટે નેપાળ અને ચીનના લોકો વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. જોકે, આ જડીબુટ્ટીના કોઈ વૈજ્ઞાનિક ફાયદા હજુ સુધી સાબિત નથી થયા. લોકો આ જડીબુટ્ટીને વિવિધ સ્વરૂપે લે છે અને એવું માને છે કે તે કેન્સર જેવી બીમારીને પણ મટાડી શકે છે.

  ચીન, નેપાળના હજારો લોકો માટે આ જડીબુટ્ટી આવકનું સાધન છે. વિશ્વના બજારમાં તે ખૂબ જ ઊંચા ભાવમાં વેચાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે યાર્સાકુમ્બા બેઇજિંગના માર્કેટમાં સોના કરતા ત્રણ ગણી વધારે કિંમતમાં વેચાઈ રહી છે.

  શંકુ આકારની આ જડીબુટ્ટી સામાન્ય રીતે 11,500 ફૂટની ઊંચાઈ પર મળી રહે છે. એટલે કે ત્રણથી પાંચ કિલોમીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં મળી રહી છે. કેટરપીલ્લર નામના જીવડા પર સમયાંતરે ફંગસ જમા થાય છે અને કીડાનું મોત થાય છે. કીડાની લંબાઇ આશરે બે ઇંચ જેટલી હોય છે. સામાન્ય રીતે મે અને જૂનના મહિનામાં આ કીડા મોતને ભેટે છે અને પહાડો પર ઉગતા ઘાસમાં ફેલાય જાય છે.

  માટીમાં રહેલી ફંગસ કેટરપીલર પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે. યાર્સાગુમ્બા દુનિયાની સૌથી મોંઘી મેડિકલ ફંગસ છે. અનેક લોકો માને છે કે તેનાથી અસ્થમા, કેન્સર, નપુંસકતા જેવી બીમારીની સારવાર શક્ય છે.


  એક લાખ યાર્સાકુમ્બાની કિંમત આશરે 65 લાખ જેટલી છે. યાર્સાગુમ્બા ભારત, નેપાળ, ચીન અને તિબેટના એ વિસ્તારમાં મળે છે જે હિમાલયની ગોદમાં છે. મે અને જૂનના મહિનામાં નેપાળના હજારો લોકો યાર્સાગુમ્બાને શોધવા માટે પહાડો પર ચઢાણ કરે છે. અહીંના ગામો ખાલી થઈ જાય છે. જોકે, પહાડો પર જોખમને કારણે અસંખ્ય લોકોનાં મોત થાય છે. ચીન, સિંગાપુર, અમેરિકા, મ્યાનમાર, કોરિયા, થાઈલેન્ડ સહિતના દેશોમાં તેની ખૂબ માંગ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: