Home /News /india /હિમાચલના નવા સીએમ, જાણો કોણ છે જયરામ ઠાકુર

હિમાચલના નવા સીએમ, જાણો કોણ છે જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે 52 વર્ષના જયરામ ઠાકુરને નીમવામાં આવ્યાં છે. આજે શિમલા ખાતે મળેલી હિમાચલ પ્રદેશના ભાજપના વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિધાયક દળના નેતાઓએ ઠાકુરને સર્વાનુંમતે નિમ્યા છે. બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે જયરામ ઠાકુરના નામનો પ્રસ્તાવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલે મૂકયો જેનો બાકી ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. પાર્ટીના કેન્દ્રીય પર્યવેક્ષક નરેન્દ્ર સિંહ તોમરે મીડિયાને સંબોધિત કરી આ અંગે માહિતી આપી અને કહ્યું કે હવે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવા માટે રાજ્યપાલની મુલાકાત કરાશે.

રાજ્યપાલના નિર્દેશાનુસાર કાર્યક્રમમાં જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડા પણ ચર્ચામાં હતાં.

  • 6 જાન્યુઆરી 1965માં મંડીમાં જન્મ થયો હતો.

  • પિતાનું નામ જેઠુરામ ઠાકુર છે.

  • જયરામ ઠાકુર રાજપૂત સમુદાયથી આવે છે.

  • RSSના પ્રચારક તરીકે પણ કામ કરી ચુક્યા છે.

  • 1998માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

  • જયરામ ઠાકુર મંડી જિલ્લાના સિરાજથી 5 વખત ધારાસભ્ય ચૂંટાયા

  • 2007-2012 સુધી રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી રહ્યા

  • હિમાચલ પ્રદેશમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા

  • હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પદે લેશે શપથ

First published:

Tags: BJP Himachal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन