હિજાબ પહેરેલી યુવતીઓનો રસ્તા પર ડાન્સ, ટોલર્સે કહ્યું- આ ઇસ્લામ વિરુદ્ધ

આ વીડિયો કેરળના મલ્લાપુરમનો છે. અહીં ત્રણ યુવતીઓ હિજાબ પહેરીને રસ્તા પર ડાન્સ કરી રહી છે.

આ વીડિયો કેરળના મલ્લાપુરમનો છે. અહીં ત્રણ યુવતીઓ હિજાબ પહેરીને રસ્તા પર ડાન્સ કરી રહી છે.

  • Share this:
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ઘણો વિવાદ થયો છે. આ વીડિયો કેરળના મલ્લાપુરમનો છે. અહીં ત્રણ યુવતીઓ હિજાબ પહેરીને રસ્તા પર ડાન્સ કરી રહી છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ યુવતીઓ શહેરની ડેન્ટલ કોલેજની સ્ટુડન્ટ્સ છે. લોકોમાં એઈડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાઈ તે માટે તેઓ રસ્તા પર ડાન્સ કરી રહી છે. એક અભિયાન અંતર્ગત તેમણે ડાન્સ કર્યો હતો. જિલ્લાના સ્વાસ્થ્ય વિભાગે એઈડ્સની જાગૃતિ માટે એક અભિયાન ચલાવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા બાદ લોકો વચ્ચે વિવાદ થઈ ગયો છે.

અનેક લોકોએ તેની પ્રશંસા કરી છે, તો અમુક લોકો તેને ઇસ્લામ વિરુદ્ધ ગણાવી રહ્યા છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આવું ઇસ્લામને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ત્રણ યુવતીઓ પોતાનો ચહેરો હિજાબથી ઢાંકીને મલ્યાલી ફિલ્મ 'જિમકી કમ્મલ...' ગીત પર ડાન્સ કરી રહી છે. આ ગીત મલ્યાલી ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ વેલિપડિન્તે પુસ્તકમ (velipadinte Pustakam)નું છે. સોશિયલ મીડિયામાં આ યુવતીઓને ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.First published: