6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાને 25 વર્ષ થયા. 1992ના વર્ષમાં બાબરીને તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાને 25 વર્ષ થયા. 1992ના વર્ષમાં બાબરીને તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
લખનઉઃ 6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાને 25 વર્ષ થયા. 1992ના વર્ષમાં બાબરીને તોડી પાડવામાં આવી હતી. જેનો કેસ આજે પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. મંગળવારે આ કેસની અંતિમ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ, જેમાં હવે પછીની સુનાવણી 8 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ દિવસને વિજય દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ દિવસને દુઃખના દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. બાબરી વિધ્વંસની 25મી વરસીને પગલે અયોધ્યામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઠેર ઠેર તલાશી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ અને આરએએફ તહેનાત કરવામાં આવી છે.
બાબરી-અયોધ્યા કેસ સાથે જોડાયેલી મહત્વની માહિતી
ભારતના પ્રથમ મોગલ સમ્રાટ બાબરના આદેશ પર 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
1949માં બાબરી મસ્જિદમાં અમુક હિન્દુઓએ ગુપ્ત રીતે ભગવાન રામની મૂર્તિ રાખી દીધી હતી અને તેની પૂજા કરવાનું શરૂ કર્યું હતું.
1959માં નિર્મોહી અખાડા દ્વારા વિવાદિત સ્થળના સ્થળાંતર માટે અરજી દાખલ કરવામાં આવી. 1961માં યુપી સુન્ની વક્ફ બોર્ડે બાબરી મસ્જિદ સ્થળ પર કબજા માટે અપીલ કરી હતી.
1990માં લાલકૃષ્ણ અડવાણીએ દેશભરમાં રથયાત્રા શરૂ કરી. 1991માં રથયાત્રાની લહેરથી યુપીમાં બીજેપી સત્તામાં આવી. આ જ વર્ષે મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ઇંટો મોકલવામાં આવી.
6 ડિસેમ્બર, 1992ના રોજ હજારો કાર સેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદને તોડી પાડી. ત્યાર બાદ કોમી દંગા થયા. એક અસ્થાયી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
1994માં અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે બાબરી મસ્જિદ વિધ્વંસ સંબંધિત કેસ ચલાવવાની શરૂઆત કરી.
1 જાન્યુઆરી 2002: તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક અયોધ્યા વિભાગ શરૂ કર્યો. તેનું કામ વિવાદના સમાધાન માટે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વાતચીત કરવાનું હતું.
22 ઓગસ્ટ 2003: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ બાદ અલાહાબાદ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. એમાં કહેવામાં આવ્યું કે, મસ્જિદ નીચેથી 10મી સદીના મંદિરના અવશેષના પુરાવા મળ્યા છે. મુસ્લિમોમાં તેને લઈને અલગ-અલગ મત હતા. આ રિપોર્ટના વિરુદ્ધમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અપીલ કરી.
30 સપ્ટેમ્બર 2010: અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો. જે અંતર્ગત વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી. એમાંથી એક હિસ્સો રામ મંદિર, બીજો સુન્ની વક્ફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાના ભાગમાં આવ્યો.