કશ્મીર: ઉત્તરભારતમાં શીતલહેરને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે. ખીણપ્રદેશ અને પહાડીઓમાં બરફવર્ષાથી પ્રવાસીઓ આનંદિત થઈ ગયા છે. જમ્મુ-કાશ્મીર દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે. એમા કોઈ બે મત નથી કે ધરતીનું સ્વર્ગ જો ક્યાંય હોય તો તે કાશ્મીર છે. એટલે જ હાલમાં અહી પ્રવાસીઓ બરફવર્ષાની મજા લઈ રહ્યા છે. કાશ્મીરના જાણીતા સ્થળોમાંનું એક ગુલમર્ગ અને ખીણપ્રદેશોના ઉંચાઈ ધરાવતા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. ઠંડીને કારણે જનજીવન ભલે સામાન્ય નથી રહ્યું પરંતુ પ્રવાસીઓ માટે આ બરફવર્ષા કોઈ સ્વર્ગીય સુખના અનુભવથી કમ નથી.
22 જાન્યુઆરી સુધી રહી ઘટી શકે તાપમાન
જમ્મુકાશ્મીરના અનંતનાગ, કુલગામ , બડગામ , બારામૂલા , કુપવાડા , બાંદીપુરા અને ગાંદરબલ જેવા વિસ્તારોમાં બરફવર્ષા અને કાતિલ ઠંડી પડી રહી છે..અને હવામાન વિભાગના મત તાપમાનનો પારો આગામી 22 જાન્યુઆરી સુધી હજુ પણ નીચે ઉતરે તેવી શક્યતા છે.
બરફવર્ષાનાં ફોટો અને વીડિયો થયા શેર બરફવર્ષાની સાથે જ સોશિયલ મિડિયા પર કાશ્મીરની અનેક ફોટો અને વીડિયો શેર થઈ રહ્યા છે..જેમાં એક મુલાકાતીએ વિડિયો પોસ્ટ કરતા લખ્યુ છે કે આ કોઈ યુરોપીયન દેશ કે અમેરિકા કે રશિયા નથી આ કાશ્મીરનું બનિહાલ છે. ખાસ કરીને એડવેન્ટર ટુરિસ્ટો માટે આ સ્થળ ખૂબ જ રોમાંચક હોય છે.બરફવર્ષા દરમિયાન કેબલ કારમાં સવાર થઈને કાશ્મીરના સૌદર્યને નિહાળનું પ્રવાસીઓને ખૂબ જ પસંદ હોય છે..
શૂન્યથી માઇન્સ 13.6 ડીગ્રી સુધી ગગડ્યો પારો
અહીના તાપમાન પર નજર કરીએ તો લેહમાં તાપમાન શૂન્યથી માઈનસ 13.6 ડીગ્રી જ્યારે શ્રીનગરમાં તાપમાન શૂન્યથી માઈનસ 3.6 ડીગ્રી, કાજીગુંડમાં માઈનસ 4 ડીગ્રી તો કુપવાડામાં માઈનસ 2 ડીગ્રી , પહેલગામમાં માઈનસ 5 અને ગુલમર્ગમાં માઈનસ 11 ડીગ્રી તાપમાનનો પારો પહોચી ગયો છે. હિમવર્ષાની સૌથી મોટી અસર વાહનવ્યવહાર પર પડી રહી છે.
રસ્તાઓ પર બરફના થર જામી જતા વાહનો પણ ચાલી શકતા નથી. જેના પગલે અનેક ગામોમાં અને શહેરોને જોડતા રસ્તાઓ પરનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર