કેરળમાં ભારે વરસાદ: ભેખડો ધસી પડતાં ત્રણ લોકોનાં મોત

 • Share this:
  કરેળમાં ચોમાસુ બેઠાં પછી ભારે વરસાદને લીધે અત્યાર સુંધીમાં 27 જેટલાં લોકોનાં મોત થયા છે. ગુરુવારે પણ કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદને લીધે ભેખડ ધસી પડી હતી જેમાં 9 વર્ષની છોકરી સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ ઘટના કેરળનાં કોઝીકોડમાં બની હતી. સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

  કેરળનાં ઘણા જિલ્લાઓમાં પાણી ભરાવાનાં કિસ્સાઓ બન્યા છે. ખાસ કરીને પર્વતિય વિસ્તારો જેવાં કે મલાપુરમ, વાયંડમાં પાણી ભરાયાં છે અને આ વિસ્તારોમાં ભેખડો ધસી પડી છે. અતિભારે વરસાદને કારણે ખેતી-પાકને પણ નુકશાન થયું છે.

  કરેળમાં હજ્જારોની સંખ્યામાં ઘરોને નુકશાન થયું છે. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા લોકોને રાત્રિ દરમિયાન પ્રવાસ મ કરવા લોકોને સૂચના આપી છે. ભારે વરસાદને કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. કેરળ અને કર્ણાટકને જોડતા રસ્તાઓ તૂટી ગયા છે. 60 આર્મી જવાનોની ટીમ આ રસ્તાઓને ક્લીયર કરવામાં જોડાઇ છે.

  કેરળ સરકાર દ્વારા 45 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ કેરળમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
  Published by:Vijaysinh Parmar
  First published: