સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-A પર સુનાવણી બે અઠવાડિયા સુધી ટળી

આર્ટિકલ 35-એને યથાવત રાખવાની માંગણી સાથે દેખાવ

નેશનલ કોન્ફરન્સ, પીડીપી, માકપા અને કોંગ્રેસની સ્થાનિક શાખા સહિત અનેક સ્થાનિક રાજકીય પક્ષોએ આર્ટિકલ 35Aને જે તે સ્વરૂપમાં લાગુ રહેવા દેવાની માંગણી કરી છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ 35Aની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી  બે અઠવાડિયા માટે ટળી હતી. હવે આ કેસમાં 27મી ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

  આ કલમના સમર્થનમાં અલગતાવાદી નેતાઓએ રવિવારે અને સોમવારે બે દિવસનું બંધનું એલાન કર્યું છે. આને ધ્યાનમાં રાખીને રવિવારે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી.

  નેશનલ કોન્ફરન્સ, પીડીપી, માકપા અને કોંગ્રેસની સ્થાનિક શાખા સહિત અનેક સ્થાનિક રાજકીય પક્ષોએ આર્ટિકલ 35Aને જે તે સ્વરૂપમાં લાગુ રહેવા દેવાની માંગણી કરી છે.

  શું છે આર્ટિકલ 35A?

  વર્ષ 1954માં રાષ્ટ્રપતિના આદેશને પગલે બંધારણમાં જોડવામાં આવેલા અનુચ્છેદ 35-A જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોને વિશેષ દરજ્જો આપે છે. આ કલમ પ્રમાણે જમ્મુ-કાશ્મીર સિવાય અન્ય રાજ્યના લોકો અહીં સ્થાયી સંપત્તિ ખરીદી શકતા નથી. એટલું જ નહીં આ કલમમાં એવી પણ જોગવાઈ છે કે જો અહીંની કોઈ યુવતી બહારના યુવક સાથે લગ્ન કરે છે તો તેનો વિશેષ દરજ્જો ખતમ થઈ જાય છે.

  રાજ્ય સરકારની તારીખ આગળ વધારવાની માંગ

  આ અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસમાં સુનાવણીની તારીખને આગળ વધારવાની માંગણી માટે આવેદન આપ્યું છે. સરકારે કહ્યું છે કે રાજ્યમાં આગામી પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને તારીખ આગળ વધારવામાં આવે.

  રવિવારે અનેક વિસ્તારોમાં થયા પ્રદર્શન

  આ આર્ટિકલના સમર્થનમાં ચિનાબ ઘાટીના જિલ્લા રામવન, ડોડા અને કિશ્તવાડમાં રવિવારે આશંતિ હડતાળ અને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન થયા હતા. લોકોએ ગૂલ, સંગલદાન અને બનિહાલ સહિત અનેક સ્થળો પર શાંતિપૂર્ણ રીતે દેખાવો કર્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: