સેરીડોન જેવી 6 હજાર દવાઓ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ, જાણો કારણ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

News18 Gujarati
Updated: September 12, 2018, 11:44 AM IST
સેરીડોન જેવી 6 હજાર દવાઓ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 11:44 AM IST
નવી દિલ્હી: માથાનો દુખાવ, શરીરનો દુખાવો, તાવ અને શરદી જેવી બીમારીઓમાં વપરાતી કેટલીક જેનેરિક દવાઓ ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાદી શકે છે. સૂત્રોની માનીયે તો, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 6 હજારથી વધુ દવાઓ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોર્સિસનું માનીયે તો, દવાઓ બનાવનારી કંપનીઓએ 328 ફિક્સ ડોઝ કોમ્બિનેશન વાળઈ દવાઓનાં પ્રભાવ અને દુષ્પ્રભાવનો અબ્યાસ કર્યા વગર જ આ દવાઓને બજારમાં ઉતારી હતી. જેનાથી સ્વાસ્થ્ય મંત્રાલય નારાજ હતું. આ નિર્ણયથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઇઝર જેવી ગણી ફાર્મા કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. આ પ્રતિબંધથી 3-4 હજાર કરોકડ રૂપિયાની દવાઓનાં બિઝનેસ પર અસર પડશે. ફાઇઝર, સિપ્લાએ 6000થી વધુ બ્રાન્ડને ઝટકો લાગી શકે છે. સન ફાર્મા, વોકહાર્ટ જેવી કંપનીઓને પણ ઝટકો લાગ્યો છે.

આપને જણાવી દઇએ કે, સુપ્રી કોર્ટનાં આદેશ પર ડીટીએબીએ 328 દવાઓની તપાસ કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર સેરિડોન, એસ-પ્રોક્સિવોન, નિમિલાઇડ ફેન, જિટેપ પી, એમક્લોક્સ, લિનોક્સ એક્સ ટી અને જેથરિન એ એક્સ જેવી દવાઓ પર પડશે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...