Home /News /india /કુમારસ્વામીએ કર્યો કેબિનેટનો વિસ્તાર, કોંગ્રેસમાંથી બન્યા આઠ મંત્રી

કુમારસ્વામીએ કર્યો કેબિનેટનો વિસ્તાર, કોંગ્રેસમાંથી બન્યા આઠ મંત્રી

કુમારસ્વામીએ કર્યો કેબિનેટનો વિસ્તાર, કોંગ્રેસમાંથી બન્યા આઠ મંત્રી

નવા મંત્રીઓમાં સતીષ જારકિહોલી, એમબી પાટિલ, સીએસ શિવલ્લી, એમટીબી નાગરાજ, ઇ તુકારામ, પીટી પરમેશ્વર નાઇક, રહીમ ખાન અને આરબી થિમ્મારપુરનો સમાવેશ

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શનિવારે પોતાના છ મહિના જૂના કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું અને જેમાં ગઠબંધનમાં રહેલી કોંગ્રેસના આઠ સભ્યોનો સમાવેશ કરાયો હતો. બં મંત્રીઓ રમેશ જારકિહોલી (નગર પ્રશાસન) અને શંકર (વન અને પર્યાવરણ)ને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

રાજ્યપાલ વજુભાઈ વાળાએ ચુસ્ત સુરક્ષા વચ્ચે રાજભવનમાં ગ્લાસ હાઉસમાં નવા મંત્રીઓને શપથ અપાવી હતી. નવા મંત્રીઓમાં સતીષ જારકિહોલી, એમબી પાટિલ, સીએસ શિવલ્લી, એમટીબી નાગરાજ, ઇ તુકારામ, પીટી પરમેશ્વર નાઇક, રહીમ ખાન અને આરબી થિમ્મારપુરનો સમાવેશ થાય છે. આઠમાંથી સાત મંત્રી ઉત્તર કર્ણાટકના છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાત્રે પાર્ટીને વિસ્તારને મંજૂરી આપી હતી. આ પહેલા રાહુલે પ્રદેશમાં પાર્ટી નેતાઓ અને કર્ણાટકના પ્રભારી સચિવ કેસી વેણુગોપાલ સાથે ચર્ચા કરી હતી.

રમેશ જારકિહોલી કથિત રુપથી ભાજપા નેતાઓ સાથે સંબંધ છે અને તે કેબિનેટ અને પાર્ટીની બેઠકોમાં આવી રહ્યા નથી. તેથી કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. તેના સ્થાને તેના ભાઈ સતીષ જારકિહોલીનો મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે.
First published:

Tags: Cabinet Minister, HD Kumaraswamy, કોંગ્રેસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો