Home /News /india /

હાશિમપુરા નરસંહારામાં 16 પીએસી જવાનને ઉંમર કેદ, 42 લોકોની થઈ હતી હત્યા

હાશિમપુરા નરસંહારામાં 16 પીએસી જવાનને ઉંમર કેદ, 42 લોકોની થઈ હતી હત્યા

હાશિમપુર

નીચલી અદાલતે પોતાના ચુકાદામાં 16 આરોપીઓને શંકાનો લાભ આપી બરતરફ કર્યા હતા.

    લખનઉઃ 1987માં મેરઠના હશીમપુરા હત્યા કેસમાં, દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને પલટી 16 પી.એ.સી.ને ઉંમરકેદની સજા ફટકારી હતી. 31 વર્ષ પહેલાં 1987ના મે મહિનામાં હાશિમાપુરમાં 42 લોકોની હત્યા કરવામાં આવી હતી.

    આ મુદ્દે 21 માર્ચ 2015ના રોજ નીચલી અદાલતે પોતાના ચુકાદામાં 16 આરોપીઓને શંકાનો લાભ આપી બરતરફ કર્યા હતા. અદાલતે કહ્યું હતું કે આરોપીઓની ઓળખ અને તેમના વિરુદ્ધ લાગેલા આરોપ વગર શંકાએ સાબિત પુરવાર ન કરી શક્યા.

    ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને યુપી સરકાર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને અન્ય કેટલાક પીડીતોએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. આ સિવાય ભાજપ સંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ તત્કાલીન મંત્રી પી. ચિદમ્બરમની ભુમિકાની તપાસ માટે અરજી દાખલ કરી છે. અદાલતે બધી જ અરજીઓ પર એકસાથે સુનાવણી કરી હતી.

    6 સપ્ટેમ્બરે દિલ્દી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં તમામ 17 જવાનોને ઉમરકેદની સજા સંભળાવી. આ મુદ્દે 19 પીએસી જવાનોને હત્યા, હત્યાનો પ્રયાસ, પુરાવાઓ સાથે છેડછાડ તેમજ કાવતરું ઘડવા માટે આરોપી ઠરાવવામાં આવ્યા. 2006માં 17 લોકો પર આરોપ નક્કી થયા અને સુનાવણી દરમિયાન બે આરોપીનાં મોત થઈ ગયા હતા.

    શું થયું હતું હાશિમાપુરામાં?

    મેરઠના હાશિમાપુરામાં 22 મે, 1987ના રોજ 42 મુસ્લિમ છોકરાઓને પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી(પીએસી)ના જવાનોએ કસ્ટડીમાં લઈ ક્રૂરતાથી ગોળી મારી હત્યા કરી હતી. 2015માં આ મુદ્દે નિર્ણય આવ્યો અને કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે બરતરફ કર્યા હતા.

    સાક્ષીના કહેવા પ્રમાણે 22 મે, 1987ની રાત્રે સેનાએ જુમ્માની નમાઝ પછી હાશિમાપુરા અને આસપાસના વિસ્તારમાં તપાસ, જપ્તી અને ધરપકડ અભિયાન શરૂ કર્યું. તેમણે તમામ પુરુષ અને છોકરાઓને મહોલ્લાની બહાર ભેગા કરી ત્યાં હાજર પીએસી જવાનોને સોંપી દીધા. જોકે, આસપાસના વિસ્તારમાંથી 644 મુસલમાનોની ધરપકડ કરી હતી જેમાં હાશિમાપુરાના 150 મુસ્લિમ નવયુવાનો પણ સામેલ હતા.

    આ 150 માંથી 50 યુવાનોને પીએસીના ટ્રક નંબર ઉરુ 1493 પર લોડ થયા હતા, જેમાં ત્રણ નોટ થ્રી રાઇફલ્સથી સજ્જ પીએસીના 41 માં બટાલિયનના 19 સૈનિકો હતા. આ સૈનિકોએ તમામ યુવાનોને મારી નાખ્યા અને મુરાદનગરની ગંગનગર અને ગાઝિયાબાદની હિંડન નહેરમાં ફેંકી દીધા. આ છોકરાઓમાંથી, ફક્ત પાંચ જ તેમના જીવનને બચાવવામાં કામયાબ રહ્યા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hashimpura Massacre, HC, Imprisonment, Jail, Life Term, Uttar Pradesh Police, હાઇકોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन