કુરુક્ષેત્ર: હરિયાણાનાં જીંદમાં કુરુક્ષેત્રની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ અને મર્ડર કેસની ગુત્થી ઉકેલાતી હોય તેમ જણાઇ રહ્યું છે આ કેસમાં જે વ્યક્તિ મુખ્ય સંદિગ્ધ માનવામાં આવતો હતો. હવે તેની લાશ પોલીસને મળી આવી છે.
પોલીસે મંગળવારે મોડી રાત્રે ભાખરા નહરનાં કિરમિચ ગામ નજીકથી આ મામલામાં શંકાસ્પદ યુવક ગુલશનનું શબ મળી આવ્યું હતું. યુવકની લાશની હાલત ઘણી જ ખરાબ હતી. અને તે નિર્વસ્ત્ર તહો. પરિવારરજનો દ્વારા ઓળખ બાદ પોલીસે ડેડ બોડી કબ્જે કરી છે અને તેને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવી છે. તેનું આજે બુધવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે કુરુક્ષેત્રનાં ઝાંસા ગામમાં ગત 12 જાન્યુઆરીએ જે યુવતીનો નિર્દયતાથી રેપ અને તે બાદ હત્યા કરવામાં આવી હતી. તે મામલે હવે એક યુવકની પણ હત્યા થઇ છે. યુવક પર જ યુવતીનો રેપ અને હત્યાનો આરોપ હતો હવે આ યુવકની લાશ મળતા મામલો વધુ ગુંચવાડો ભર્યો થયો છે. હવે આ આખી ઘટનામાં ઓનર કિલિંગની સંભાવના વ્યક્ત થઇ રહી છે.
ઝાંસા પોલીસ સ્ટેશનનાં SHO દલીપ સિંહએ ગુલશનની લાશ મળ્યાની પુષ્ટિ કરી છે. જોકે ડેડ બોડી મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ ફક્ત એટલું જ કહ્યું કે, લાશને કબ્જામાં લઇને અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક વખત પોસ્ટમોર્ટમ થયા બાદ વધુ જાણકારી જાહેર કરવામાં આવશે.
પોલીસ તપાસ બાદ માલુમ પડ્યું કે, આ નિર્દયતાપૂર્વક કાડં પાછળ કોનો કોનો હાથ હોઇ શકે છે. પોલીસ હવે તે માલુમ કરવામાં લાગી ગઇ છે કે આ બંનેની હત્યા કોણે કરી છે અને કેમ? હાલમાં તો કેસ ઓનર કીલિંગનો માનવામાં આવી રહ્યો છે. કે પછી કોઇ ગુનાહિત તત્વોનાં હાથમાં આ બંને ચઢી ગયાની ઘટના હોવાનું અનુમાન લાગી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર