ખટ્ટર સરકારનો નિર્ણય - બળાત્કારનો આરોપ લાગવાથી અટકી જશે પેન્શન, જપ્ત થશે ડ્રાઇવિંગ લાયસન્સ

News18 Gujarati
Updated: July 12, 2018, 7:16 PM IST
ખટ્ટર સરકારનો નિર્ણય - બળાત્કારનો આરોપ લાગવાથી અટકી જશે પેન્શન, જપ્ત થશે ડ્રાઇવિંગ લાયસન્સ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 7:16 PM IST
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને બળાત્કારના મામલામાં પીડિતાને જલ્દીથી ન્યાય મળે તે માટે હરિયાણા સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે. ખટ્ટર સરકાર બળાત્કારના મામલામાં પીડિતાને વકીલની નિમણુક માટે 22, 000 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપશે. મહિલાઓ સાથે થતી છેડતીની ઘટના પર પણ સખત પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારે નિર્ણય કર્યો છે કે જે વ્યક્તિ છેડતી અને બળાત્કાર જેવા મામલામાં આરોપી હશે તેનું તાત્કાલિક પ્રભાવથી પેન્શન, ડ્રાઇવિંગ લાયસન્સ અને હથિયારનું લાયસન્સ પરત લઈ લેવામાં આવશે. જો દોષિત સાબિત થાય તો આ બધી સુવિધા કાયમી રૂપથી છીનવી લેવામાં આવશે.

આ પ્રકારના છેડછાડના મામલામાં તપાસ અધિકારીએ પોતાનો રિપોર્ટ 15 દિવસની અંદર જમા કરાવવો પડશે. જો 15 દિવસની અંદર તપાસ અધિકારી મામલામાં રિપોર્ટ ન આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બળાત્કારના મામલાને ઝડપથી ટ્રેક કરવામાં આવશે અને તપાસ પુરી થયાના 30 દિવસોની અંદર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા શક્તિ નામની પીસીઆર તૈનાત કરવામાં આવશે અને હરિયાણાના અલગ-અલગ જિલ્લામાં મોકલવામાં આવશે. હરિયાણામાં 6 ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. જે સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ આપશે. આ સાથે દરેક મામલાની સમય સીમા નક્કી કરવામાં આવશે. જેથી પીડિતાને સમય પર ન્યાય આપી શકાય.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...