હરિયાણા : BJPને સત્તાની ચાવી આપવા માટે દિલ્હી રવાના થયા ગોપાલ કાંડા

News18 Gujarati
Updated: October 24, 2019, 10:42 PM IST
હરિયાણા : BJPને સત્તાની ચાવી આપવા માટે દિલ્હી રવાના થયા ગોપાલ કાંડા
ગોપાલ કાંડા સાથે ચાર્ટર પ્લેનમાં 6 ધારાસભ્યો છે

ગોપાલ કાંડા સાથે ચાર્ટર પ્લેનમાં 6 ધારાસભ્યો છે

  • Share this:
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી (Haryana Assembly Election)રાજ્યમાં કોઈ પાર્ટીની એકલા હાથે સરકાર બને તેવું જોવા મળી રહ્યું નથી. આવા સમયે બીજેપી (BJP)એ પ્રયત્નો શરુ કરી દીધા છે. સિરસાથી હરિયાણા જનહિત પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતેલા ગોપાલ કાંડાએ સંકેત આપ્યા છે કે તે બીજેપીને સમર્થન કરશે. બીજેપીએ આ માટે પ્રયત્નો પણ વધારી દીધા છે. ગોપાલ કાંડા અને રાનિયાથી જીતેલ અપક્ષ ધારાસભ્ય રણજીત સિંહ ચૌટાલાને લઈને બીજેપીના સાંસદ સુનીતા દુગ્ગલ દિલ્હી રવાના થયા છે. કાંડા અને રણજીત સિંહ ચૌટાલા એક ચાર્ટર પ્લેનથી દિલ્હી જઈ રહ્યા છે.

આ ઘટનાક્રમ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મનોહરલાલ ખટ્ટરની સરકાર બનશે તે નક્કી છે. કાંડા સાથે પ્લેનમાં છ ધારાસભ્ય હાજર છે. આ પહેલા ધારાસભ્યો બીજેપીને સમર્થન કરશે તેવા સમાચાર હતા. હરિયાણા જનહિત પાર્ટીની ટિકિટ પર સિરસા વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલા ગોપાલ કાંડા (Gopal Kanda)ભાજપાને ટેકો આપતા સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે.

આ પણ વાંચો - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : બહુમત છતા પણ સરકાર બનાવવાના છે આ 3 વિકલ્પ

સિરસાથી હરિયાણા જનહિત પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતેલા ગોપાલ કાંડાએ સંકેત આપ્યા છે કે તે બીજેપીને સમર્થન કરશે


આ પહેલા ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાએ કહ્યું હતું કે અમારી બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત થઈ ગઈ છે અને અમે બીજેપી સાથે જઈશું. સૌથી મોટા પાર્ટી હોવાના નાતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે. હરિયાણામાં ભાજપાને 40 સીટો પર જીત મેળવી છે. પૂર્ણ બહુમત માટે 46 ધારાસભ્યોની જરુર છે. કાંડા અને તેની સાથે રહેલા 6 ધારાસભ્યોને ગણીએ તો બીજેપી પાસે બહુમત થઈ જશે.
First published: October 24, 2019, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading