દિલ્હીમાં જીન્સ અને જનતા વચ્ચે આવતા જ સાડી પહેરે છે પ્રિયંકા ગાંધીઃ BJP સાંસદ

News18 Gujarati
Updated: February 10, 2019, 7:37 AM IST
દિલ્હીમાં જીન્સ અને જનતા વચ્ચે આવતા જ સાડી પહેરે છે પ્રિયંકા ગાંધીઃ BJP સાંસદ
દિલ્હીમાં જીન્સ અને જનતા વચ્ચે આવતા જ સાડી પહેરી લેશે પ્રિયંકા ગાંધીઃ BJP સાંસદ

જે રીતે રાહુલ ગાંધી દેશમાં ફેલ થઈ રહ્યા છે. તેવી જ રીતે પ્રિયંકા ગાંધી પણ ફેલ થશે

  • Share this:
પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવ્યા પછી રાજકારણમાં હલચલ વધી ગઈ છે. પ્રિયંકા ઉપર વિવાદિત નિવેદનો પણ શરુ થઈ ગયા છે. આ યાદીમાં નવું નામ બીજેપી સાંસદ હરીશ દ્વિવેદીનું જોડાયું છે. સાંસદ હરીશ દ્વિવેદીનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી જ્યારે દિલ્હીમાં રહે છે ત્યારે જીન્સ અને ટોપ પહેરે છે. જ્યારે તે ક્ષેત્રમાં જનતા વચ્ચે જાય છે ત્યારે તે સાડી અને હિન્દુ રિત-રિવાજનો પહેરવેશ પહેરે છે.

ભાજપા સાંસદે કહ્યું હતું કે આમ તો પ્રિયંકા ગાંધી ના તો ભાજપા માટે કોઈ મુદ્દો છે કે અને ના તેમના માટે પ્રિયંકા કોઈ ગંભીર મુદ્દો છે. જે રીતે રાહુલ ગાંધી દેશમાં ફેલ થઈ રહ્યા છે. તેવી જ રીતે પ્રિયંકા ગાંધી પણ ફેલ થશે.

હરીશ દ્વિવેદીએ કહ્યું હતું કે જે રીતે દેશમાં ગાંધી પરિવારના એક સભ્ય સામે કાર્યવાહી અને રેડ થઈ રહી છે તે સાબિત કરે છે કે કોંગ્રેસ કેટલી હતાશ છે. કોંગ્રેસને લઈને સાંસદે કહ્યું હતું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપી સામે કોઈ લડનાર નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી સરકાર પ્રચંડ બહુમતથી ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading