નવજાતનાં હાથમાં હતી 6-6 આંગળીઓ, દાયણે 1-1 કાપી નાંખી, થયું મોત

News18 Gujarati
Updated: November 11, 2019, 10:21 AM IST
નવજાતનાં હાથમાં હતી 6-6 આંગળીઓ, દાયણે 1-1 કાપી નાંખી, થયું મોત
નવજાતનાં હાથમાં 6-6 આંગળી હતી. CHCમાં તૈનાત દાયણે એક એક કાપી નાંખી. જેને કારણે નવજાતનું મોત થઇ ગયું હતું.

નવજાતનાં હાથમાં 6-6 આંગળી હતી. CHCમાં તૈનાત દાયણે એક એક કાપી નાંખી. જેને કારણે નવજાતનું મોત થઇ ગયું હતું.

  • Share this:
હરદોઇ: ઉત્તર પ્રદેશનાં હરદોઇ જિલ્લાનાં બિલગ્રામ સીએચસી (CHC) કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્વાસ્થ્યકર્મીઓ (Nursing Staff)ની બેદરકારીને કારણે એક નવજાતનું નિધન થઇ ગયુ છે. સ્વાસ્થ્ય કેન્દ્ર (Health Centre)માં જન્મેલાં નવજાતનાં બંને હાથમાં 6-6 આંગળીઓ હતી. જે બાદ મહિલા સ્વાસ્થ્યકર્મીએ નવજાનાં બંને હાથની એક એક આંગળીઓ કાપી નાંખી હતી. જેનાંથી તેનું મોત થયુ હતું. પિતાની ફરિયાદ પર મહિલા સ્વાસ્થ્યકર્મી વિરુદ્ધ બીનઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે, દાયણ વિદ્યા દેવીએ ડૉક્ટરની સલાહ વગર જ શિશુની આંગળીઓ કાપી દીધી. કહેવાય છે કે આ ઘટના બની ત્યારે ત્યાં ડૉક્ટર હાજર ન હતાં.

આપને જણાવી દઇએ કે, ગ્રામ બાઢ કરેખા નિવાસી રવિન્દ્રની પત્ની લક્ષ્મીને પ્રસવની પીડા થવા પર શનિવારે રાત્રે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. રવિન્દ્રએ જણાવ્યું કે, રવિવારે વહેલી સવારે લક્ષ્મીએ દીકરાને જન્મ આપ્યો હતો. જન્મ બાદ નવજાતનાં બંને હાથમાં પાંચની જગ્યાએ છ છ આંગળીઓ હતી. થોડા સમય બાદ સ્વાસ્થ્યકર્મીઓએ તેની એક એક આંગળી કાપી નાંખી. જે બાદ વધુ લોહી વહીં જતા બાળકની તબિયત ખરાબ થવા લાગી તો સ્વાસ્થ્ય કર્મીઓએ લક્ષ્મીને ડિસ્ચાર્જ કરી દીધી. આરોપ છે કે હોસ્પિટલની બહાર આવતા જ બાળકનું નિધન થઇ ગયું.

આ પણ વાંચો-સ્વિસ બેંકમાં ભારતીયોનાં ખાતામાં છે કરોડો રૂપિયા, કોઇ નથી વારસદાર

ડૉક્ટર નહતાં હાજર
રવિન્દ્રનો આરોપ છે કે, બાળકનાં હાથમાં 6-6 આંગળીઓ છે. તેની જાણકારી પણ તેમને આપવામાં આવી ન હતી. એટલું જ નહીં ડૉક્ટરની હાજરી વગર જ નર્સિંગ સ્ટાફે નવજાતની આંગળીઓ કાપી દીધી હતી. જેને કારણે ખૂબજ લોહી વહેવા લાગ્યું હતું. આરોપ છે કે આજ પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા માતા અને બાળકને ડિસચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતાં.

બાળકનાં મોત બાદ રોતા પરિવારજનો
આ મામલે પોલીસ અમરજીત સિંહે જણાવ્યું કે, પિતા રવિન્દ્રની ફરિયાદ પર CHCની દાયણ વિદ્યા દેવી વિરુદ્ધ બીનઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. SP આલોક પ્રિયદર્શીનું કહેવું છે કે, મામલો દાખલ થઇ ગયો છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો-કાનમાં થયો ભયંકર દુખાવો, ચેકઅપ બાદ ડૉક્ટરે કાઢ્યા 11 વંદા

ડૉક્ટરને બચાવવામાં લાગ્યા CMO
આ વચ્ચે ચોકાવનારી ઘટનાઓ બાદ CMO ડૉક્ટર એસકે રાવત જવાબદાર ડૉક્ટર પર કાર્યવાહી કરતાં બચી રહ્યાં છે. તેમણે ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પ્રસૂતા શનિવારે રાત્રે 12 વાગ્યે એડમિટ થઇ હતી. જે બાદ સવારે ચાર વાગ્યે તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. જન્મ બાદથી જ બાળકને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. આ સમયે ઘટના પર હાજર ડૉક્ટરે તેને રિવાઇવ કરી અને જિલ્લા હોસ્પિટલ માટે રેફરન્સ આપ્યો હતો. પણ પરિવારજનો લઇને ગયા ન હતાં. જે બાદ રવિવારે સવારે 10 વાગ્યે બાળકનું નિધન થઇ ગયુ હતું. ડૉકર્ટરની ગેરહાજરીમાં આંગળી કાપવાનાં સવાલ પર તેમણે કહ્યું કે, તે પરિજનોની સહમતીથી થવું જોઇતું હતું. આ મામલો તપાસનો વિષય છે.

(ઇનપુટ- આશીષ મિશ્રા)
First published: November 11, 2019, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading