Home /News /india /

ગુજરાતની આ ત્રિપુટી હવે મહારાષ્ટ્રમાં બીજેપીની બગાડશે બાજી!

ગુજરાતની આ ત્રિપુટી હવે મહારાષ્ટ્રમાં બીજેપીની બગાડશે બાજી!

ગુજરાત ચૂંટણીમાં બીજેપીને લોઢાના ચણા ખવડાવ્યાં પછી હવે ગુજરાતની આ  ત્રિપુટીની નજર પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પર છે. 2014માં બીજેપીએ મોદી લહેર પર સવાર થઈને 15 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસ-એનસીપી સરકારનો તખ્તો પલટી દીધો હતો. માત્ર વિધાનસભા ચૂંટણી જ નહીં પરંતુ જિલ્લા પરિષદ અને પંટાયત ચૂંટણીમાં પણ વિપક્ષ હારી ગયું હતું. એવામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીને ગુજરાતના ત્રિદેવમાં આશા દેખાઈ  રહી છે.

મહારાષ્ટ્ર્ને બીજેપી મુક્ત બનાવીશુ; અલ્પેશ ઠાકોર

એનસીપી વિધાયક જિતેન્દ્ર આવ્હાડના આમંત્રણ પર મહારાષ્ટ્ર આવેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં થોડું ચૂકી ગયા, પરંતુ બીજેપીને હરાવવામાં રહેલી થોડી કસર મહારાષ્ટ્રમાં પુરી કરીશું. અલ્પેશે દાવો કર્યો છે કે તે જિગ્નેશ અને હાર્દિક મળીને મહારાષ્ટ્રને બીજેપી મુક્ત બનાવશે.

અલ્પેશનું આ નિવેદન ઘણું મહત્વનું છે કારણ કે, ભલે મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતા વધારે પ્રગતિશીલ હોય પરંતુ અહીં પણ જાતિગત સમીકરણો છે. પટેલ સમાજની જેમ જ મરાઠા સમાજ અનામત માટે મોટું આંદોલન ગત બે વર્ષથી કરી રહ્યાં છે. ગત ચૂંટણીમાં બીજેપીએ રામદાસ આઠવલે અને ઘનગર નેતા મહાદેવ જાનકર સાથે મળીને ઓબીસી વોટબેંકને પોતાની બાજુ કરીને કોંગ્રેસ અને એનસીપીને મોટું નુકશાન ભોગવવું પડ્યું હતું. કોંગ્રેસ એનસીપી સત્તા પાછી મેળવવા માટે ભાજપ સાથે તેમની જ ચાલ રમી શકે છે.

દલિત સમારોહમાં ભાગ લેશે જિગ્નેશ મેવાણી

દલિત છોકરાઓએ પેશવા સૈનિકો પર મેળવેલ જીતના 200 વર્ષ થવા પર પુણેમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દલિત સંગઠનોમાંથી ગુજરાતથી જિગ્નેશ મેવાણીને બોલાવવામાં આવ્યાં છે. સૂત્રોની માનીએ તો આ કાર્યક્રમના બહાને જિગ્નેશ રોષ વ્યક્ત કરશે. આ સાથે બાલ ઠાકરેને પોતાનો આદર્શ માનનાર હાર્દિક પટેલ પણ આ વર્ષે ઉધ્ધવ ઠાકરેને મળ્યા છે.

બીજેપીના નેતા રાજ પુરોહિતે દાવો કર્યો છે કે જેમ ગુજરાતમાં ત્રણે છોકરાઓ બીજેપીમાં કાંઈ બગાડી નથી શક્યા તેમ મહારાષ્ટ્રમાં પણ કાંઈ ફરક પડવાનો નથી. જો તેમનામાં બુદ્ધિ હશે તો તેઓ મહારાષ્ટ્રમાં નહીં આવે.

બીજેપી ભલે આ છોકરાઓ પર ધ્યાન ન આપે પરંતુ મહારાષ્ટ્રમાં પણ જાતિગત સમીકરણો ઘણા મહત્વના છે.
First published:

Tags: Alpesh Thakor Win, Hardik Patel Patidar, Jignesh Mevani, મહારાષ્ટ્ર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन