પાકિસ્તાનને ઝટકો, ભારત-ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસ કરશે

News18 Gujarati
Updated: July 19, 2019, 8:49 PM IST
પાકિસ્તાનને ઝટકો, ભારત-ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસ કરશે
પાકિસ્તાનને ઝટકો, ભારત-ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસ કરશે

બંને દેશોની સેનાઓ વચ્ચે શાનદાર તાલમેલ વધે તે માટે આ અભ્યાસની શરુઆત થઈ હતી

  • Share this:
કુલભૂષણ જાધવ મામલામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં પાકિસ્તાનને એકબાજુ કરી ભારતનો સાથ આપ્યા પછી ચીને હવે પાકિસ્તાનને બીજો ફટકો આપ્યો છે. ભારત અને ચીનની સેનાઓ સંયુક્ત અભ્યાસમાં એક સાથે જોવા મળશે. 2017માં ડોકલામ વિવાદ દરમિયાન આ અભ્યાસને રદ કરવામાં આવ્યો હતો. આ પછી ફરી અભ્યાસ શરુ કરાયો હતો. આ વર્ષે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ભારતીય સેના અને ચીની પીએલએ શિલાંગના ઉમરોઈમાં 14 દિવસ સુધી એકબીજા વચ્ચે રણનિતીને વહેંચશે. બંને દેશોના લગભગ 240 સૈનિક આ હેન્ડ ઇન હેન્ડમાં ભાગ લેશે.

સેનાના મતે બંને દેશો આતંકવાદને નિપટવા માટે ઉપયોગમાં લેવાતી ડ્રિલનો અભ્યાસ કરશે. કંપની લેવલની આ એક્સસાઇઝમાં ટ્રાન્સ નેશનલ ટેરેરિઝમથી ઉભી થયેલી પરિસ્થિતિઓથી નિપટવા, જોઇન્ટ ઓપરેશન ડ્રિલ અને રાહત બચાવના પાઠ એકબીજા પાસેથી શીખશે. 2008માં પ્રથમ વખત બંને દેશોએ હેન્ડ ઇન હેન્ડના અભ્યાસની શરુઆત કરી હતી.

આ પણ વાંચો - 15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ માંગ્યા સૂચનો

 

આ એક્સસાઇઝ એક વખત ચીનમાં થાય છે અને એક વખત ભારતમાં થાય છે. બંને દેશોની સેનાઓ વચ્ચે શાનદાર તાલમેલ વધે તે માટે આ અભ્યાસની શરુઆત થઈ હતી. ભારત અને ચીનની સેના સીમા વિવાદના કારણે અલગ-અલગ સમયે આમને-સામને થઈ છે પણ વુહાનમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચેની મુલાકાત પછી સ્થિતિ સુધરી છે.

બંને દેશોની સેનાના સંબંધોને શાનદાર બનાવવા માટે જે સહમતી બની છે તેને સતત આગળ વધારવામાં આવી રહી છે. હાલમાં જ આવેલા રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં એ સ્પષ્ટ છે કે ભારત-ચીન સરહદ પર સ્થિતિ શાંતિપૂર્ણ છે.
First published: July 19, 2019, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading